Not Set/ મનરેગા અંતર્ગત કામ કરી રહેલા મજૂરોનાં હાથમાં આવ્યો ખજાનો, જાણો કોના હાથમાં કેટલા…

મનરેગા મજૂરો રોજની જેમ કામ કરી રહ્યા હતા, દરમિયાન તેમના હાથે એક મોટી ચીજ લાગી છે. તેમને જમીનમાં દફનાવવામાં આવેલા પૈસા મળી આવ્યા છે, જેના ભાગલા પાડવા અંગે મજૂરો વચ્ચે બબાલ પણ થઈ. જો કે તેમના હાથમાં એક પણ પૈસા આવ્યા નથી. તમામ રકમ સરકારે પોતાના કબજે કરી લીધી છે. જણાવી દઇએ કે મધ્યપ્રદેશનાં બુરહાનપુર […]

India
b6193a1c1004f6b9825ffcd61f2ef89b 1 મનરેગા અંતર્ગત કામ કરી રહેલા મજૂરોનાં હાથમાં આવ્યો ખજાનો, જાણો કોના હાથમાં કેટલા...

મનરેગા મજૂરો રોજની જેમ કામ કરી રહ્યા હતા, દરમિયાન તેમના હાથે એક મોટી ચીજ લાગી છે. તેમને જમીનમાં દફનાવવામાં આવેલા પૈસા મળી આવ્યા છે, જેના ભાગલા પાડવા અંગે મજૂરો વચ્ચે બબાલ પણ થઈ. જો કે તેમના હાથમાં એક પણ પૈસા આવ્યા નથી. તમામ રકમ સરકારે પોતાના કબજે કરી લીધી છે.

જણાવી દઇએ કે મધ્યપ્રદેશનાં બુરહાનપુર જિલ્લાનાં ખકનાર તહસીલનાં ચોખંડિયા ગામમાં મનરેગા યોજના હેઠળ કામ ચાલી રહ્યું હતુ. ગામ લોકો જમીન ખોદી રહ્યા હતા. ખોદકામ દરમિયાન એક મજૂરને કોઈ ખાસ ધાતુથી બનેલા સિક્કાથી ભરેલો ઘડો મળ્યો. આ વાતની જાણ ધીરે ધીરે ત્યાં કામ કરી રહેલા તમામ 116 મજૂરોને થઇ અને તેમા પોતાના હિસ્સો લેવાના ચક્કરમાં તેઓ એકબીજા સાથે ઝઘડવા લાગ્યા. દરમિયાન, કોઈ એક મજૂર દ્વારા આ અંગેની માહિતી દેડતલાઇ ચોકીનાં પ્રભારી હંસકુમાર ઝીંઝોરને કરવામાં આવી.

બાતમી મળતા જ ઝિંઝોરે તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગયા અને સિક્કાથી ભરેલો ઘડો પોતાના કબજામાં રાખી મનરેગા કાર્ય સ્થળને સીલ કરી દીધું હતું. ઝીંઝોરે આ અંગે એસડીએમ અને તહેસિલદારને જાણ કરી હતી. આ પછી તહેસીલદાર સુખરામ ગોલકર પણ ઘટના સ્થળે પહોંચી ગયા હતા. સરપંચ અને ગ્રામ સચિવની હાજરીમાં ઘડાને દેડતલાઈ ચોકી પર લાવવામાં આવ્યો. ખાકનાર પોલીસ સ્ટેશનનાં ઇન્ચાર્જ કે.પી. ધૂર્વે જણાવ્યું હતું કે, દેડતલાઈ ચોકી પર પહોંચ્યા બાદ 4 મહાનુભાવો અને પોલીસ સમક્ષ તહસિલદારે સિક્કાની ગણતરી કરાવી. આ ઘડામાં કુલ 206 સિક્કા મળી આવ્યા હતા. હાલ સિક્કાથી ભરેલો ઘડો પોલીસનાં કબજામાં છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FacebookTwitterInstagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે  ડાઉનલોડ કરો “MantavyaNews ની નવી મોબાઇલ એપ્લિકેશન.