Not Set/ મહિલા વિશ્વ કપ : કાંગારુંઓને હરાવી બીજી વખત ફાઈનલમાં પહોચ્યું ભારત

ભારતે હરમનપ્રીત કૌરની 115 બોલમાં 20 ચોગ્ગા અને 7 સિક્સરની મદદથી અણનમ 171* રનની ઇનિંગના આધારે ઓસ્ટ્રેલિયાને વિશાળ ટાર્ગેટ આપ્યો હતો. જયારે મિતાલી રાજે 61 બોલમાં 36 રન બનાવ્યા હતા. જેમાં 2 ચોગ્ગાનો સમાવેશ થાય છે. દીપ્તિ શર્માએ પણ ઉપયોગી 25 રનની ઇનિંગ રમી હતી અને હરમનપ્રીત કૌરની સાથે 137 રનની ભાગીદારી કરી હતી. હરમનપ્રીતની […]

Sports
harmantpreet kaur મહિલા વિશ્વ કપ : કાંગારુંઓને હરાવી બીજી વખત ફાઈનલમાં પહોચ્યું ભારત

ભારતે હરમનપ્રીત કૌરની 115 બોલમાં 20 ચોગ્ગા અને 7 સિક્સરની મદદથી અણનમ 171* રનની ઇનિંગના આધારે ઓસ્ટ્રેલિયાને વિશાળ ટાર્ગેટ આપ્યો હતો. જયારે મિતાલી રાજે 61 બોલમાં 36 રન બનાવ્યા હતા. જેમાં 2 ચોગ્ગાનો સમાવેશ થાય છે. દીપ્તિ શર્માએ પણ ઉપયોગી 25 રનની ઇનિંગ રમી હતી અને હરમનપ્રીત કૌરની સાથે 137 રનની ભાગીદારી કરી હતી. હરમનપ્રીતની આક્રમક ઇનિંગ્સની મદદથી ભારતે અંતિમ 10 ઓવરમાં 129 રન બનાવ્યા હતા. આ અગાઉ 2005માં ફાઈનલમાં પહોંચી હતી. સેમિફાઈનલમાં ગુરુવારે ભારતે 6 વખતની વિશ્વ વિજેતા ઓસ્ટ્રેલિયન ટીમને પરાજય આપ્યો હતો.

મહિલા વિશ્વ કપની બીજી સેમીફાઈનલ મેચમાં વર્તમાન વિજેતા ઓસ્ટ્રેલિયાને ૩૬ રનથી હરાવી ફાઈનલમાં પ્રવેશ મેળવી લીધો છે. વરસાદના કારણે મેચ 42-42 ઓવરની કરવામાં આવી હતી. ભારતે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. ભારતે પ્રથમ બેટિંગ કરતા નિર્ધારિત 42 ઓવરમાં 4 વિકેટે ગુમાવી 281 રન બનાવ્યા હતા. જયારે ભારતે આપેલા વિશાળ ટાર્ગેટનો પીછો કરવા ઉતરેલી ઓસ્ટ્રેલિયાની ટીમની શરૂઆત ખરાબ રહી હતી. કાંગારૂ ટીમ એલિસ વિલાનીના શાનદાર 75 અને એલેક્સ બ્લેકવેલના વિસ્ફોટક 90 રનની મદદથી 245 રન બનાવીને 40.1 ઓવરમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. ભારત હવે 23 જુલાઈના રોજ ઇંગ્લેન્ડ સામે લોર્ડ્ઝમાં ફાઈનલ રમશે.