Not Set/ મહેસાણા/ જોટાણા મેમદપુરમાં પાંચ વર્ષના માસૂમ બાળકની ઝાંડીમાંથી લાશ મળતા ચકચાર

મહેસાણાનાં જોટાણા મેમદપુર ગામમાં પાંચ વર્ષના માસૂમ બાળકની લાશ મળતા ચકચાર મચી જવા પામ્યો છે. મેમદપુર ગામમાં રહેતા ઠાકોર લલિતજી શકરાજી ઠાકોરના પાંચ વર્ષ ના માસૂમ બાળકને અજાણ્યા લોકોએ મોત ને ઘાટ ઉતારયો હોવાની ચર્ચાથી સમગ્ર પંથકમાં અજંપા જેવી સ્થિતિ સર્જાઇ છે. ઝાડી માં ફેંકાયેલી લાશ મળતા ગામમાં અરેરાટી વ્યાપી ગયી છે.   મામલાની પુરી વિગતો જોવામાં આવેતો  મેમદપુર ગામના […]

Gujarat Others
b28ae1a9591cf805f1f4ed6c2d28cb6e મહેસાણા/ જોટાણા મેમદપુરમાં પાંચ વર્ષના માસૂમ બાળકની ઝાંડીમાંથી લાશ મળતા ચકચાર

મહેસાણાનાં જોટાણા મેમદપુર ગામમાં પાંચ વર્ષના માસૂમ બાળકની લાશ મળતા ચકચાર મચી જવા પામ્યો છે. મેમદપુર ગામમાં રહેતા ઠાકોર લલિતજી શકરાજી ઠાકોરના પાંચ વર્ષ ના માસૂમ બાળકને અજાણ્યા લોકોએ મોત ને ઘાટ ઉતારયો હોવાની ચર્ચાથી સમગ્ર પંથકમાં અજંપા જેવી સ્થિતિ સર્જાઇ છે. ઝાડી માં ફેંકાયેલી લાશ મળતા ગામમાં અરેરાટી વ્યાપી ગયી છે.  

મામલાની પુરી વિગતો જોવામાં આવેતો  મેમદપુર ગામના લલિતજી ઠાકોરનો આશરે પાંચ વર્ષના માસૂમ પુત્ર જગદીશજી ઠાકોર સાંજના છ વાગ્યાથી ક્યાંક ખોવાઈ જતા તેના માતા પિતા શોધખોળ કરતા હતા. ગામના યુવકે અજાણ્યા લોકોને ઇકો ગાડીમાં બાળકનું અપહરણ કરી લઈ ગયા હત્યા કરી ફેંકી દેવાની વાત કરતા ગામમાં સન્નાટો વ્યાપી ગયો હતો

મેમદપુર થી બાલસાસણ ગામ જવાના રસ્તા ઉપર રોડ થી 10 મીટર ના અંતરમાં આવેલ ઝાડીઓમાંથી માસૂમ બાળકની લાશ મળી. સાંથલ પોલીસ ને જાણ કરતા સાંથલ પોલીસ સ્ટેશનના પી.એસ.આઈ.વાય.એચ.રાજપૂત ઘટના સ્થળે પોહોંચી વધુ તપાસ હાથ ધરી હતી. પ્રાથમિક વિડિઓ જોતા બાળક સાથે સૃષ્ટિ વિરુદ્ધ નું કૃત્ય થયું હોવાની આશંકા સેવવામાં આવી રહી છે.

ઇકો ગાડીમાં અજાણ્યા ઈસમો બાળકને ઉઠાવી ગયા હતા : ઘટનાને નજરે જોનાર પ્રાથમિક સાક્ષી પણ સામે આવ્યો છે. જોટાણા તાલુકાના મેમદપુર ગામમાં રહેતા લલિતજી ઠાકોરના માસૂમ પુત્ર જગદીશજી ઠાકોરને અજાણ્યા લોકો ઇકો ગાડીમાં લઈ જતા જોયેલા હોવાનો દાવો ગામના યુવકે કર્યો છે. નજરે જોયેલા નો દાવો કરનાર ની પોલીસ પૂછપરછ કરી રહી છે

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FaceBook, Twitter, Instagram અને YouTubeપર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે  ડાઉનલોડ કરો “Mantavya News ની નવી મોબાઇલ એપ્લિકેશન….

ક્લિક કરો આ લીંક પર અને તમે પણ જોડાવ દેશને અત્મનિર્ભર કરવાનાં આ અભિયાનમાં #Boycott_China, #Mantavyanews