Not Set/ મહેસાણા/ સતલાસણા નજીક એકસાથે શંકાસ્પદ હાલતમાં મળી આવ્યા ત્રણ મૃતદેહ

મહેસાણાના સતલાસણા નજીક ત્રણ મૃતહેદ મળી આવતા સમગ્ર પંથકમાં ભારે ચકચાર મચી ગઇ હતી. એક સાથે ત્રણ મૃતદેહ મળી આવતા લોકોમાં ટોળે ટોળે એકઠા થઇ ગયા હતા અને આ મામલે પોલીસને જાણ કરી હતી. હાલ પોલીસે આ મામલે તપાસ હાથ ધરી છે. આ મામલે માપતી માહિતી અનુસાર, મહેસાણાના સતલાસણા નજીક એક મહિલા, એક યુવક અને […]

Gujarat Others
0105b200ebbdd29a4545dd6853fe4a63 મહેસાણા/ સતલાસણા નજીક એકસાથે શંકાસ્પદ હાલતમાં મળી આવ્યા ત્રણ મૃતદેહ

મહેસાણાના સતલાસણા નજીક ત્રણ મૃતહેદ મળી આવતા સમગ્ર પંથકમાં ભારે ચકચાર મચી ગઇ હતી. એક સાથે ત્રણ મૃતદેહ મળી આવતા લોકોમાં ટોળે ટોળે એકઠા થઇ ગયા હતા અને આ મામલે પોલીસને જાણ કરી હતી. હાલ પોલીસે આ મામલે તપાસ હાથ ધરી છે.

આ મામલે માપતી માહિતી અનુસાર, મહેસાણાના સતલાસણા નજીક એક મહિલા, એક યુવક અને એક બાળકનો મૃતદેહ મળી અવાય છે. જેમાં મહિલાનું નામ જાગૃતિ બેન હોવાનું સામે આવ્યું છે.ગઈકાલ રાતે મહિલા તેનો પુત્ર અને યુવક સાથે રીક્ષામાં સતલાસણાના નજીક આવી હતી. જ્યાં ઝેરી દવા પીને ત્રણેયે આપઘાત કર્યો હતો. ઘટનાની ખબર પડતા આજુબાજુના લોકોના ટોળે ટોળે એકઠા થઇ ગયા હતા. અને ત્રણેયને નજીકની હોસ્પિટલ લઇ જવાયા હતા.જ્યાં ડોક્ટરે તેઓને મૃત જાહેર કર્યા હતા.

આપઘાત પાછળનું કારણ હજૂ સુધી જાણી શકાયું નથી. આ મામલે પોલીસે આ ઝીણવટભરી તપાસ હાથ ધરી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને FacebookTwitterInstagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરીશકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.