Not Set/ મુંબઇ: બાંદરા રેલવે સ્ટેશન નજીક ઝૂંપડાઓમાં લાગી ભયાનક આગ, ફાયર બ્રિગડની 16 ગાડીઓ સ્પોટ પર

મુંબઇમાં બાન્દ્રા રેલવે સ્ટેશન નજીક ઝૂંપડપટ્ટીમાં ખતરનાક આગ લાગવાના સમાચાર છે. ફાયર બ્રિગેડની 16 ગાડીઓ અને 17 ટેન્કર્સ સ્પોટ પર આગને કાબુમાં કરવા રોકાયેલા છે. તે ઉપરાંત ત્રણ એમ્બ્યુલેન્સ પણ સ્પોટ પર પહોંચી ગઈ છે. આગ એટલી જબરદસ્ત છે કે બાંદ્રા સ્ટેશન પર પદયાત્રીઓ માટે બનાવેલો બ્રિજ પણ આ આગની જપેટમાં આવી ગયો હતો. આ ઝૂંપડપટ્ટીઓ […]

Top Stories
news26.10.17 10 1 મુંબઇ: બાંદરા રેલવે સ્ટેશન નજીક ઝૂંપડાઓમાં લાગી ભયાનક આગ, ફાયર બ્રિગડની 16 ગાડીઓ સ્પોટ પર

મુંબઇમાં બાન્દ્રા રેલવે સ્ટેશન નજીક ઝૂંપડપટ્ટીમાં ખતરનાક આગ લાગવાના સમાચાર છે. ફાયર બ્રિગેડની 16 ગાડીઓ અને 17 ટેન્કર્સ સ્પોટ પર આગને કાબુમાં કરવા રોકાયેલા છે. તે ઉપરાંત ત્રણ એમ્બ્યુલેન્સ પણ સ્પોટ પર પહોંચી ગઈ છે. આગ એટલી જબરદસ્ત છે કે બાંદ્રા સ્ટેશન પર પદયાત્રીઓ માટે બનાવેલો બ્રિજ પણ આ આગની જપેટમાં આવી ગયો હતો. આ ઝૂંપડપટ્ટીઓ બાંદ્રા પૂર્વના બેહરમ્પાડામાં સ્થિત છે. આ આગને કારણે બાંદ્રા-અંધેરીની લોકલ સેવાને અટકાવી દેવામાં આવી છે.

બાંદ્રા પૂર્વથી રેલવે સ્ટેશનને જોડતું સ્કાયવોક પણ આગની જપેટમાં આવી ગયું હતું. હાર્બર લાઇનના અંધેરી-વડાલા પટ્ટામાં સ્થાનિક લોકલ સેવાઓ રોકવામાં આવી છે જેના કારણ કે આગ રેલ્વેના ટ્રેક સુધી પહોંચવા લાગી છે. કેટલાક મીડિયા રિપોર્ટ્સ મુજબ સ્ટેશનને સંપૂર્ણ રીતે ખાલી કરાવવામાં આવ્યું છે.