Not Set/ મોરબી જીલ્લામાં અસામાજીક પ્રવૃતિમાં સંડોવાયેલા 9 શખ્સો ધકેલાયા પાસા નીચે…

ગુજરાતમાં કોરોના કાળમાં પણ ગુનાખોરીનો આંકડો વધતો જોવામાં આવી રહ્યો છે ત્યારે મોરબી જિલ્લાના જુદાજુદા વિસ્તારમાંથી પાછલા કેટલાક દિવસોમાં કુલ મળીને 9 જેટલા શખ્સોને પાસા હેઠળ સુરત જેલ હવાલે મોકલી આપવામાં આવ્યા છે, પોલીસ પાસેથી જાણવા મળેલ માહિતી મુજબ મોરબી જિલ્લામાં  દારૂ,મારામારી સહિતના ગુનામાં સંડોવાયેલા શખસોને કાયદાના પાઠ ભણાવવા માટે સમયાંતરે પોલીસ દ્વારા દરખાસ્ત કરીને […]

Gujarat Others
867b736de75c335a27aaeaf4a1eb4836 મોરબી જીલ્લામાં અસામાજીક પ્રવૃતિમાં સંડોવાયેલા 9 શખ્સો ધકેલાયા પાસા નીચે...

ગુજરાતમાં કોરોના કાળમાં પણ ગુનાખોરીનો આંકડો વધતો જોવામાં આવી રહ્યો છે ત્યારે મોરબી જિલ્લાના જુદાજુદા વિસ્તારમાંથી પાછલા કેટલાક દિવસોમાં કુલ મળીને 9 જેટલા શખ્સોને પાસા હેઠળ સુરત જેલ હવાલે મોકલી આપવામાં આવ્યા છે,

પોલીસ પાસેથી જાણવા મળેલ માહિતી મુજબ મોરબી જિલ્લામાં  દારૂ,મારામારી સહિતના ગુનામાં સંડોવાયેલા શખસોને કાયદાના પાઠ ભણાવવા માટે સમયાંતરે પોલીસ દ્વારા દરખાસ્ત કરીને પાસા હેઠળ રાજ્યની જુદીજુદી જેલમાં મોકલવામાં આવતા હોય છે. પોલીસ સુત્રો પાસેથી જાણવા મળતી વિગત પ્રમાણે છેલ્લા દિવસોમાં મોરબી, માળિયા સહિતના વિસ્તારમાંથી કુલ મળીને ૯ શખ્સોને પાસા હેઠળ સુરતની જેલમાં ધકેલાયા છે.

હાલમાં જે આરોપીને જેલ હવાલે કરાયા છે તેમા સસ્તામાં સોનુ આપવુ, જમીન હડપ કરી લેવી તેમજ દારૂના ગુનામાં આવેલા આરોપીનો સમાવેશ થયા છે અને આરોપીમાં સલીમ દાઉદ માકેણ, યુસુફ કાદરભાઇ જેડા, અજય રૂડાભાઇ જેતપરા, અશોક બહાદુરભાઇ સારલા, વિમલ મુલજીભાઇ જાદવ, હરેશ નરશીભાઇ દેવાયકા, રાજુ દેવાભાઇ ખીટ, કાનજી ઉર્ફ ભુપત દેવજીભાઇ કુંભરવાડીયા અને કાનાભાઇ સામલાભાઇ સોઢીયાનો સમાવેશ થયા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FaceBook, Twitter, Instagram અને YouTubeપર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે  ડાઉનલોડ કરો “Mantavya News ની નવી મોબાઇલ એપ્લિકેશન….

ક્લિક કરો આ લીંક પર અને તમે પણ જોડાવ દેશને અત્મનિર્ભર કરવાનાં આ અભિયાનમાં #Boycott_China, #Mantavyanews