Not Set/ રાજકોટનાં કોરોના દર્દીઓ માટે સામે આવ્યા મહત્વનાં સમાચાર, ઘરેથી જ લઇ શકશે સારવાર

રાજકોટમાં કોરોનાનાં દર્દીઓ માટે મહત્વનાં સમાચાર સામે આવી રહ્યા છે. આજથી હોમ આઇસોલેશનની સુવિધા દર્દીઓને મળશે. જી હા, સામાન્ય લક્ષણ ધરાવતા દર્દી ઘરે સારવાર કરાવી શકશે. રાજકોટ મનપા દ્વારા નિર્ણય લેવાયો છે કે, હવે રાજકોટમાં દર્દીઓને ઘરે સારવાર અપાશે. દર્દીઓને કોરોના હેલ્થ કોલસેન્ટરથી ડોકટર માર્ગદર્શન આપશે.  આજથી સામાન્ય લક્ષણ ધરાવતા દર્દી ઘેર બેઠા સારવાર કરાવી શકાશે. રાજકોટ મનપા દ્વારા દર્દીઓનું ભારણ ન વધે તે હેતુસર […]

Gujarat Rajkot
f4d724294cf8b11b67b4709fdec86b0e રાજકોટનાં કોરોના દર્દીઓ માટે સામે આવ્યા મહત્વનાં સમાચાર, ઘરેથી જ લઇ શકશે સારવાર

રાજકોટમાં કોરોનાનાં દર્દીઓ માટે મહત્વનાં સમાચાર સામે આવી રહ્યા છે. આજથી હોમ આઇસોલેશનની સુવિધા દર્દીઓને મળશે. જી હા, સામાન્ય લક્ષણ ધરાવતા દર્દી ઘરે સારવાર કરાવી શકશે. રાજકોટ મનપા દ્વારા નિર્ણય લેવાયો છે કે, હવે રાજકોટમાં દર્દીઓને ઘરે સારવાર અપાશે. દર્દીઓને કોરોના હેલ્થ કોલસેન્ટરથી ડોકટર માર્ગદર્શન આપશે. 

આજથી સામાન્ય લક્ષણ ધરાવતા દર્દી ઘેર બેઠા સારવાર કરાવી શકાશે. રાજકોટ મનપા દ્વારા દર્દીઓનું ભારણ ન વધે તે હેતુસર આ નિર્ણય લેવાયો છે. સિવિલ અને ખાનગી હોસ્પિટલમાં દર્દીઓનું ભારણ વધે તો કોરોનાનું સંક્રમણ પણ વઘી શકે છે તેવી થિયોરીનાં કારણે સિવિલ અને ખાનગી હોસ્પિટલમાં દર્દીઓનું ભારણ ન વધે તે માટે નિર્ણય જાહેર કરાવમાં આવ્યો છે. 

ઉલ્લેખનીય છે કે, રાજકોટમાં કોરોનાનાં દર્દીઓની વિગતો આપવા મામલે વિપક્ષ હોબાળો મચાવી રહ્યો છે અને મનપા દ્વારા આ મામલાને ધ્યાનમાં રાખીને ગઇકાલ રાતથી જ કોરોનાનાં દર્દીઓની વિગતો અને તેની સારવાર કરતા ડોક્ટરોની ડિટેલ વિગતો જાહેર કરી દેવામાં આવી છે. 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FaceBook, Twitter, Instagram અને YouTubeપર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે  ડાઉનલોડ કરો “Mantavya News ની નવી મોબાઇલ એપ્લિકેશન….