Not Set/ રાજકોટમાં આજે ભૂકંપના “ઝટકે પે ઝટકા”, 3 જો આંચકો અનુભવાતા લોકોમાં ફફડાટ

રાજકોટમાં આજે લોકોની પરિસ્થિતિ જાયે તો “જાયે તો જાયે કહા” જેવી થઇ જવા પામી છે. કારણ છે કોરોના અને  ભૂકંપ. કોરોનાનાં કહેરથી થથરી રહેલ રાજકોટવાસીઓ માટે બીજી આફતે સવારથી લોકોમાં એક પ્રકારનો વિનાશક ભય બેસાડી દીધો છે. જી હા, રાજકોટમાં આજે ભૂકંપના 3 આંચકા નોંધાયા છે. કોરોનાનાં કહેર વચ્ચે ધ્રુજતી ધરાને કારણે લોકો વિષ્ટામણમાં મુકાઇ ગયા છે કે […]

Gujarat Rajkot
6c6b915d1c243782c33dc85532ebd77d રાજકોટમાં આજે ભૂકંપના "ઝટકે પે ઝટકા", 3 જો આંચકો અનુભવાતા લોકોમાં ફફડાટ

રાજકોટમાં આજે લોકોની પરિસ્થિતિ જાયે તો “જાયે તો જાયે કહા” જેવી થઇ જવા પામી છે. કારણ છે કોરોના અને  ભૂકંપ. કોરોનાનાં કહેરથી થથરી રહેલ રાજકોટવાસીઓ માટે બીજી આફતે સવારથી લોકોમાં એક પ્રકારનો વિનાશક ભય બેસાડી દીધો છે. જી હા, રાજકોટમાં આજે ભૂકંપના 3 આંચકા નોંધાયા છે. કોરોનાનાં કહેર વચ્ચે ધ્રુજતી ધરાને કારણે લોકો વિષ્ટામણમાં મુકાઇ ગયા છે કે આખરે કરવું શું.

રાજકોટથી 27 કિમી દુર ભૂકંપનું કેન્દ્રબિંદુ હોવાની વિગતો સાથે રાજકોટવાસીઓને સવારે 11 વાગ્યાને 31 મિનિટે 1.5 ની તીવ્રતાનો ભૂકંપનાં પહેલા ઝટકાની અનુભૂતી થઇ, તીવ્રતા ઓછી હોવાનાં કારણે અને અનેક વખત સૌરાષ્ટ્રની ધરા ધ્રુજતી હોવાના કારણે લોકો દ્વારા આ મામલાને ત્યારે એટલે કે સવારે બહુ ગંભીરતાથી લેવામાં આવ્યો ન હતો તે સ્વાભાવીક છે. 

પરંતુ, ફરી એક વખત બપોરે 1 વાગ્યાને 36 મિનિટે 1.6 ની તીવ્રતાનો 2 જો ભૂકંપનો ઝટકો અનુભવાતા રાજકોટવાસીઓના જીવ અધ્ધર થઇ ગયેલા જોવામાં આવ્યા. ફરી રાજકોટથી 27 કિમી દુર ભૂકંપનું કેન્દ્રબિંદુ હોવાની વિગતો સામે આવી. 

હદ તો ત્યારે થઇ ગઇ જ્યારે સાંજે 7 વાગ્યાને 8 મિનિટે 1.4 ની તીવ્રતાનો ભૂકંપનો 3 જો ઝટકો રાજકોટવાસીઓએ અનુભવ્યો. ફરી પાછુ તે જ રાજકોટથી 27 કિમી દુર ભૂકંપનું કેન્દ્રબિંદુ હોવાની વિગતો સામે આવી. 

એક વખત ભારે વિનાશમાંથી પસાર થઇ ગયેલા અને ભૂકંપનાં કારણે સર્જાયેલા કાળઝા કંપાવી દેતા દ્રશ્યો નજરો નજર જોઇ ચૂકેલા સૌરાષ્ટ્ર – કચ્છનાં લોકો માટે એક દિવસમાં ત્રણ – ત્રણ આચકાને અનદેખા કરવા મુશ્કેલ જ નહીં અસંભવ કહી શકાય. લોકોની હાલત અત્યારે ઉપર કહેવામાં આવેલ વાત જાવી જ જોવામાં આવી રહી છે કે “જાયે તો જાયે કહા”

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FaceBook, Twitter, Instagram અને YouTubeપર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે  ડાઉનલોડ કરો “Mantavya News ની નવી મોબાઇલ એપ્લિકેશન….

ક્લિક કરો આ લીંક પર અને તમે પણ જોડાવ દેશને અત્મનિર્ભર કરવાનાં આ અભિયાનમાં #Boycott_China, #Mantavyanews