Not Set/ રાજકોટમાં આયકર વિભાગનો સપાટો

રાજકોટમાં IT વિભાગે બિલ્ડરોના ત્યાં ધામા નાખ્યા છે.. જેમા રાજકોટમાં ભૂપેન્દ્ર રોડ પર આવેલી કિંગ ગ્રુપને ત્યાં ચાર સ્થળોએ અને વૈધ બિલ્ડરને ત્યાં  દરોડા પાડી તપાસ હાથ ધરી છે.  20 ટીમ બનાવી દરોડા પાડવામાં આવી રહ્યા છે. દિવાળી સમયે જ આવકવેરાના દરોડાથી ઈલેક્ટ્રોનિક્સ માર્કેટમાં ચકચાર મચી ગઈ હતી. IT વિભાગે રાજકોટમાં કિંગ ઇલેક્ટ્રોનિક્સ નામની દુકાન તથા […]

Gujarat

rajkot-it-office

રાજકોટમાં IT વિભાગે બિલ્ડરોના ત્યાં ધામા નાખ્યા છે.. જેમા રાજકોટમાં ભૂપેન્દ્ર રોડ પર આવેલી કિંગ ગ્રુપને ત્યાં ચાર સ્થળોએ અને વૈધ બિલ્ડરને ત્યાં  દરોડા પાડી તપાસ હાથ ધરી છે.  20 ટીમ બનાવી દરોડા પાડવામાં આવી રહ્યા છે. દિવાળી સમયે જ આવકવેરાના દરોડાથી ઈલેક્ટ્રોનિક્સ માર્કેટમાં ચકચાર મચી ગઈ હતી. IT વિભાગે રાજકોટમાં કિંગ ઇલેક્ટ્રોનિક્સ નામની દુકાન તથા તેમના અન્ય ત્રણ સ્થળોએ તપાસ હાથ ધરી છે. કાળા નાણાંની સ્કીમમાં સમગ્ર રાજ્યમાં રાજકોટ ડિવિઝનની કામગીરી નબળી રહી છે. આઇટી કચેરીને કાળાનાણા બહાર લાવવા માટે હવે દરોડાનેા દોર શરૂ કરતા કરચોરી કરતા વેપારી, ઉદ્યોગપતિઓમાં ફફડાટનો માહોલ ઉભો થયો છે.