Not Set/ રાજકોટમાં કાળમુખા કોરોનાનું કાળચક્ર ફરવાનો સીલસીલો યથાવત, 25 મોતથી ફફડાટ

રાજકોટમાં કાળમુખા કોરોનાનાં કાળચક્ર ફરવાનો સીલસીલો હજુ પણ યથાવત જોવામાં આવી રહ્યો છે. રાજકોટ મામલે મોતનાં આંકડાનાં વિદિત વિવાદ વચ્ચે છેલ્લાં 24 કલાકમાં રાજકોટમાં 25 દર્દીઓનાં મોત નોંધવામાં આવ્યા છે. ઉલ્લેખનીય છે કે ગત દિવસનાં મોતનાં આંકડા જે સરકાર દ્વારા કોવિડ ન્યૂઝલેટમાં આપવામાં આવે છે તેમા રાજકોટમાં મરણજનારની સંખ્યા રાજકોટ કોપોરેશનમાં 1 અને રાજકોટમાં 1 એમ 2 જ દર્શાવવામાં […]

Gujarat Rajkot
65f871cc84d53cfd2bb7fd7793b6cf2c રાજકોટમાં કાળમુખા કોરોનાનું કાળચક્ર ફરવાનો સીલસીલો યથાવત, 25 મોતથી ફફડાટ

રાજકોટમાં કાળમુખા કોરોનાનાં કાળચક્ર ફરવાનો સીલસીલો હજુ પણ યથાવત જોવામાં આવી રહ્યો છે. રાજકોટ મામલે મોતનાં આંકડાનાં વિદિત વિવાદ વચ્ચે છેલ્લાં 24 કલાકમાં રાજકોટમાં 25 દર્દીઓનાં મોત નોંધવામાં આવ્યા છે. ઉલ્લેખનીય છે કે ગત દિવસનાં મોતનાં આંકડા જે સરકાર દ્વારા કોવિડ ન્યૂઝલેટમાં આપવામાં આવે છે તેમા રાજકોટમાં મરણજનારની સંખ્યા રાજકોટ કોપોરેશનમાં 1 અને રાજકોટમાં 1 એમ 2 જ દર્શાવવામાં આવી હતી. જ્યારે રાજકોટ તંત્રનાં આંકડા દ્વારા ગત રોજ રાજકોટમાં કોરોનાનાં કારણે મરણજનારની સંખ્યા 25 હોવાનું સામે આવી રહ્યું છે. 

રાજકોટમાં પાછલા 24 કલાકમાં મરણજનાર 25 દર્દીઓમાં શહેરનાં 19 અને ગ્રામ્યનાં 2 દર્દીનાં મોત નીપજ્યાનું નોંધવામાં આવ્યુું છે. જ્યારે રાજકોટમાં સારવાર હેઠળ હોય અને અન્ય જિલ્લાનાં હોય તેવા 4 દર્દીઓનાં મોત થયાંનું નોંધવામાં આવ્યું છે. રાજકોટમાં કોરોના કેસમાં અને કોરોનાનાં કારણે મોતનાં કેસમાં સતત વધારો થઇ રહ્યાનું પાછલા લાંબા દિવસોથી યથાવત રીતે નોંધવામાં આવી રહ્યું હોવાનાં કારણે લોકોમાં રીતસરનો ભય અને ફફડાટ જોવામાં આવી રહ્યો છે. 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FaceBook, Twitter, Instagram અને YouTubeપર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે  ડાઉનલોડ કરો “Mantavya News ની નવી મોબાઇલ એપ્લિકેશન….

ક્લિક કરો આ લીંક પર અને તમે પણ જોડાવ દેશને અત્મનિર્ભર કરવાનાં આ અભિયાનમાં #Boycott_China, #Mantavyanews