Not Set/ રાજકોટમાં કોરોનાનાં કારણે વધુ 7 દર્દીનાં મોત, 24 કલાકનો કુલ આંક પહોચ્યો 17 પર

રાજકોટમાં કોરોના કહેર અવિરત વરસી રહ્યો હોય તેવી રીતે સવાર સુધીમાં કોરોનાનાં કારણે મોતનાં 10 કેસ નોંઘવામાં આવ્યાની સાથે જ કોરોનાનાં કારણે વધુ 7 મોત નોંધવામા આવતા હાહાકાર મચી જવા પામ્યો છે. જી હા, સામે આવેલા વધુ સાત કેસની કારણે પાછલા 24 કલાકમાં 17 દર્દીઓના મોત નીપજ્યો છે. સામે આવેલા કેસમાં 17 મોતનાં કેસમાં સિવિલ અને […]

Gujarat Rajkot
7757a18df355fca67ea0e56da6bf0e66 4 રાજકોટમાં કોરોનાનાં કારણે વધુ 7 દર્દીનાં મોત, 24 કલાકનો કુલ આંક પહોચ્યો 17 પર

રાજકોટમાં કોરોના કહેર અવિરત વરસી રહ્યો હોય તેવી રીતે સવાર સુધીમાં કોરોનાનાં કારણે મોતનાં 10 કેસ નોંઘવામાં આવ્યાની સાથે જ કોરોનાનાં કારણે વધુ 7 મોત નોંધવામા આવતા હાહાકાર મચી જવા પામ્યો છે. જી હા, સામે આવેલા વધુ સાત કેસની કારણે પાછલા 24 કલાકમાં 17 દર્દીઓના મોત નીપજ્યો છે.

સામે આવેલા કેસમાં 17 મોતનાં કેસમાં સિવિલ અને ખાનગી હોસ્પિટલમાં કોરોનાનાં કારણે થયાલા મોતની વિગતો સામેલ છે. કોરોનાની સારવાર લેતા કુલ 17 દર્દીનાં મૃત્યુ અને સતત વધતો જતો મૃત્યુ આંક રાજકોટ તંત્ર માટે ચિંતાનો વિષય બની ગયો છે. ઉલ્લેખનીય છે કે પાછળથી સામે આવેલા 7 વધુ મોતનાં કેસની વિગતો  ખાનગી હોસ્પિટલમાં સારવાર લઇ રહેલા દર્દીઓનાં હોવાનું માનવામાં આવે છે.

આપને જણાવી દઇએ કે, સવારે સામે આવેલી વિગતો પ્રમાણે રાજકોટમાં કોરોનાનાં કારણે 10 લોકોનાં મોત નીપજ્યા છે. જી હા, રાજકોટની સિવિલ હોસ્પિટલમાં 10 દર્દીઓનાં કોરોનાનાં કારણે મોત નીપજ્યા છે. રાજકોટમાં કોરોનાનાં કારણે નોંધવામાં આવેલા 10 મોતમાંથી રાજકોટ શહેરના 4 દર્દીઓનાં મોત નીપજ્યાનું વિદિત છે. સાથે સાથે મોરબી, બગસરા, જેતપુર, કાલાવડ, સુરેન્દ્રનગર અને ધોરાજીનાં 1-1 દર્દીના મોત પણ રાજકોટ સિવિલ હોસ્પિટિલમાં થયા હોવાની વિગતો વિદિત હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FaceBook, Twitter, Instagram અને YouTubeપર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે  ડાઉનલોડ કરો “Mantavya News ની નવી મોબાઇલ એપ્લિકેશન….

ક્લિક કરો આ લીંક પર અને તમે પણ જોડાવ દેશને અત્મનિર્ભર કરવાનાં આ અભિયાનમાં #Boycott_China, #Mantavyanews