Not Set/ રાજકોટ/ ગોંડલ શહેર-તાલુકામાં કોરોનાનો કાળો કહેર, એક સાથે 5 કેસ સામે આવતા ફફડાટ

કોરોનાનાં વધતા ઘાતક કહેર મામલે ગુજરાતનાં મહાનગરો અને મહાનગરોવાળા જીલ્લામાં રાજકોટ છેલ્લે છેલ્લે દિવસો સુઘી રાજકોટ નસીબ વંતુ રહ્યું હતું, લોકડાઉન – 5.0 અને અનલોક – 1.0 બાદ આ સકલ બદલાતી જોવામાં આવી રહી છે અને રાજકોટ શહેર સહિત જીલ્લામાં કોરોના કુદકે અને ભૂસકે વધી રહ્યો હોવાનું નોંધવામાં આવી રહ્યું છે. રાજકોટમાં કોરોના પહેલા ફક્ત એક […]

Rajkot Gujarat
0761e337d71cd4528a2795f72dccb7e2 રાજકોટ/ ગોંડલ શહેર-તાલુકામાં કોરોનાનો કાળો કહેર, એક સાથે 5 કેસ સામે આવતા ફફડાટ

કોરોનાનાં વધતા ઘાતક કહેર મામલે ગુજરાતનાં મહાનગરો અને મહાનગરોવાળા જીલ્લામાં રાજકોટ છેલ્લે છેલ્લે દિવસો સુઘી રાજકોટ નસીબ વંતુ રહ્યું હતું, લોકડાઉન – 5.0 અને અનલોક – 1.0 બાદ આ સકલ બદલાતી જોવામાં આવી રહી છે અને રાજકોટ શહેર સહિત જીલ્લામાં કોરોના કુદકે અને ભૂસકે વધી રહ્યો હોવાનું નોંધવામાં આવી રહ્યું છે. રાજકોટમાં કોરોના પહેલા ફક્ત એક જ વિસ્તારમાં અને જીલ્લા આખામાં રાજકોટમાં જ હતો. હવે કોરોનાએ પોતાનો વિસ્તાર અને વસ્તાર વધાર્યો હોય તેવી રીતે જીલ્લાનાં અનેક શહેરો અને ગામો સહિત શહેરના અનેક વિસ્તારોમાં કોરોના પોતાનો પગદંડો સ્થાપિ ચૂક્યો છે. આજે પણ રાજકોટ ગ્રામ્યમાં કોરોનાનો કહેર યથાવત જોવામાં આવ્યો.

રાજકોટ જીલ્લાનાં ગોંડલ તાલુકાનાં વાસાવડ ગામે કોરનાનાં એક સાથે 4 કેસ પોઝિટિવ આવ્યા હોવાનાં કારણે સમગ્ર પંથકમાં હાહાકાર જોવામાં આવી રહ્યો છે. વાસાવડ ગામે એક જ પરિવારના 4 લોકોનો રીપોર્ટ પોઝિટિવ આવ્યો છે. પતિ- પત્ની અને 2 બાળકોનો કોરોના પોઝિટિવ આવ્યો છે તેની મુંબઈથી વાસાવડ આવ્યાની ટ્રાવેલ્સ હિસ્ટ્રી સામે આવી છે.  કોરોના પોઝિટિવ આવનારનાં પરિવારના તમામ સભ્યોને હોમ કોરોન્ટાઇન કરવાની તજવીજ હાથ ધરવામાં આવી છે.

ગોંડલ ગ્રામ્યની સાથે સાથે ગોંડલ શહેરમાં પણ કોરોનાનો નવો પોઝિટિવ કેસ નોંધવામાં આવ્યો છે. ગોંડલનાં ભગવતીપરાનાં પટેલવાડી વિસ્તારનાં એક વ્યક્તિ કોરોનાની ઝપેટમાં આવી ગયાનું સામે આવતા સમગ્ર શહેરમાં ફફડાટ જોવામાં આવી રહ્યો છે. 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FaceBook, Twitter, Instagram અને YouTubeપર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે  ડાઉનલોડ કરો “Mantavya News ની નવી મોબાઇલ એપ્લિકેશન….

ક્લિક કરો આ લીંક પર અને તમે પણ જોડાવ દેશને અત્મનિર્ભર કરવાનાં આ અભિયાનમાં #Boycott_China, #Mantavyanews