ગ્રામ પંચાયત ચૂંટણી 2021/ ખજુરી પીપળીયા ગ્રામ પંચાયતની સભ્યની ચૂંટણી લડતા ઉમેદવારને એક પણ મત ન મળ્યો….

અમરેલી જિલ્લાના વડીયા તાલુકાના ખજુરી પીપળીયા ગ્રામ પંચાયતના સભ્યની ચૂંટણી લડતા કાંતિભાઈ નિરંજનીને એક પણ મત મળ્યો ન હતો

Top Stories Gujarat
sarpunchhhhhhhhhh ખજુરી પીપળીયા ગ્રામ પંચાયતની સભ્યની ચૂંટણી લડતા ઉમેદવારને એક પણ મત ન મળ્યો....

ગ્રામ પંચાયતની ચૂંટણીની આજે મતગણતરી હાથ ધરવામા આવી છે,ચૂંટણીના પરિણામો સામે આવી રહ્યા છે તેમ તેમ આશ્ચર્ય કિસ્સાઓ પણ સામે આવી રહ્યા છે. એક કિસ્સો એવો સામે આવ્યો છે કે ઉમેદવારને એક પણ મત મળ્યો નથી,આ પરિણામ તેમના માટે શરમજનક માનવામાં આવી રહ્યું છે. અમરેલી જિલ્લાના ખજુરી પીપળીયા ગ્રામપંચાયતમાં આ પરિણામ જોવા મળ્યો છે.

મોટાભાગની પંચાયતોના પરિણામો આવી ચૂક્યા છે, ત્યારે આ પરિણામો ચૂંટણી લડતા ઉમેદવારો માટે આશ્ચર્યજનક, ઉત્સાહપ્રેરક અને કેટલાક કિસ્સામાં શરમજનક પણ સાબિત થઈ રહ્યા છે.

અમરેલી જિલ્લાના વડીયા તાલુકાના ખજુરી પીપળીયા ગ્રામ પંચાયતના સભ્યની ચૂંટણી લડતા કાંતિભાઈ નિરંજનીને એક પણ મત મળ્યો ન હતો. વોર્ડ નંબર-2 માંથી કાંતિભાઈ નિરંજનીએ સભ્ય પદ માટેના ચૂંટણી જંગમાં ઝંપલાવ્યું હતું, જેની આજે મતગણતરી હાથ ધરવામાં આવી હતી. મતપેટીઓ ખુલતા ચૂંટણી લડતા ઉમેદવારોના ખાતામાં ધીમેધીમે મત પણ એકઠા થતા ગયા, પરંતુ મતગણતરી પૂર્ણ થઈ ગઈ અને ચૂંટણી પરિણામો જાહેર થઈ ગયા તેમ છતાં કાંતિભાઈ નિરંજનીને એકપણ મત નહીં મળતા ઉમેદવાર શરમજનક સ્થિતિમાં મુકાયેલા જોવા મળ્યા હતા.

ચૂંટણી પરિણામો સ્પષ્ટ દર્શાવી આપે છે કે ઉમેદવારને તેમનો પોતાનો મત પણ ન મળ્યો હોય. ખજુરી પીપળીયા ગ્રામ પંચાયતના સભ્યોની ચૂંટણીનું પરિણામ જાહેર થયું છે. વોર્ડ નંબર-2 માંથી ચૂંટણી લડતા કાંતિભાઈ નિરંજનીને એક પણ મત મળ્યો નથી તે સ્પષ્ટ દર્શાવી આપે છે કે કાંતિભાઈ નિરંજનીને ગામના અન્ય કોઈ વ્યક્તિનો મત મળ્યો નથી તે વાત સમજમાં ઉતરે તેવી છે, પરંતુ ઉમેદવારને પોતાનો મત પણ ન મળ્યો. આવી ક્ષોભજનક અને શરમજનક પરિસ્થિતિમાં મુકાઇ ગયા હતા.