Not Set/ રાજ્યસભાનાં અધ્યક્ષ વેંકૈયા નાયડુએ હોબાળા વચ્ચે કહ્યુ- હુ પણ ખુશ નથી, સાંસદોનાં સસ્પેન્ડ…

  રાજ્યસભામાંથી સસ્પેન્ડ કરાયેલા આઠ સાંસદોએ ગાંધી પ્રતિમા સામે પૂરી રાત ધરણા કર્યા હતા. રાજ્યસભાનાં અધ્યક્ષ એમ.વેંકૈયા નાયડુએ રવિવારે (20 સપ્ટેમ્બર) સદનમાં હંગામો કરવા અને ઉપસભાપતિ હરિવંશ સાથે ગેરવર્તણૂક માટે સસ્પેન્ડ કર્યા હતા. રાજસભામાં મંગળવાર (22 સપ્ટેમ્બર) નાં રોજ હંગામો થયો છે. અધ્યક્ષ નાયડુએ હોબાળા પર નારાજગી વ્યક્ત કરતાં કહ્યું હતું કે, સાંસદોની સસ્પેન્શન અંગે […]

Uncategorized
5cc040c6dc2c019c1e20f1345586f98c 1 રાજ્યસભાનાં અધ્યક્ષ વેંકૈયા નાયડુએ હોબાળા વચ્ચે કહ્યુ- હુ પણ ખુશ નથી, સાંસદોનાં સસ્પેન્ડ...
 

રાજ્યસભામાંથી સસ્પેન્ડ કરાયેલા આઠ સાંસદોએ ગાંધી પ્રતિમા સામે પૂરી રાત ધરણા કર્યા હતા. રાજ્યસભાનાં અધ્યક્ષ એમ.વેંકૈયા નાયડુએ રવિવારે (20 સપ્ટેમ્બર) સદનમાં હંગામો કરવા અને ઉપસભાપતિ હરિવંશ સાથે ગેરવર્તણૂક માટે સસ્પેન્ડ કર્યા હતા. રાજસભામાં મંગળવાર (22 સપ્ટેમ્બર) નાં રોજ હંગામો થયો છે. અધ્યક્ષ નાયડુએ હોબાળા પર નારાજગી વ્યક્ત કરતાં કહ્યું હતું કે, સાંસદોની સસ્પેન્શન અંગે હું પણ ખુશ નથી. પરંતુ તેમના આચરણ અંગે કાર્યવાહી કરવામાં આવી છે. અમારા મનમાં કોઈ પણ સભ્ય વિરુદ્ધ કંઈ ખોટું નથી.

રાજ્યસભાનાં અધ્યક્ષ એમ. વેંકૈયા નાયડુએ કહ્યું કે, તમારે આજનું અખબાર ઉઠાવીને જોવુ જોઇએ. તે સસ્પેન્ડ સાંસદોએ મીડિયા સાથે વાત કરતા પોતાની હરકતો ને જસ્ટીફાઇની સાથે તેમાં ખોટું શું છે તે પણ કહ્યું હતુ. એમ.વેંકૈયા નાયડુએ કહ્યું હતું કે, કોઈપણ મુદ્દે ડિવિઝન માંગવુ તમારો બંધારણીય અધિકાર છે પરંતુ વેલમાં આવવાને બદલે આ કાર્ય આપની બેઠક પરથી પણ થઈ શકતુ હતુ. જો તમને લાગે કે ડેપ્યુટી ચેરમેને તમારી વાતને સંપૂર્ણપણે સાંભળી નથી, તો પછી તમે મારી પાસે આવી શકો છો, પરંતુ આ પ્રકારની કાર્યવાહી સભ્યોને શોભતી નથી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FacebookTwitterInstagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરીશકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.