Not Set/ રાજ ઠાકરેને ગુજરાતના આ સાંસદે આપ્યો સણસણતો જવાબ

હાલમાં જ મુંબઈના એલફિન્સ્ટન રેલવે સ્ટેશન પર થયેલી ભાગદોડની ઘટના બાદ મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાના પ્રમુખ રાજ ઠાકરેએ પીએમ મોદી અને રેલ્વે પર ધમકી આપતા કહ્યું હતું કે, મહત્વકાંક્ષી બુલેટ ટ્રેનની એક ઈંટ પણ મુકવા નહી દઉં. આ ધમકી બાદ ગુજરાતમાં નવસારી લોકસભાનાં ભાજપ સાંસદ સીઆર પાટીલ અને મરાઠી સમાજનાં નેતા સી.આર. પાટીલે રાજ ઠાકરેને સણસણતો જવાબ આપ્યો […]

India
raj રાજ ઠાકરેને ગુજરાતના આ સાંસદે આપ્યો સણસણતો જવાબ

હાલમાં જ મુંબઈના એલફિન્સ્ટન રેલવે સ્ટેશન પર થયેલી ભાગદોડની ઘટના બાદ મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાના પ્રમુખ રાજ ઠાકરેએ પીએમ મોદી અને રેલ્વે પર ધમકી આપતા કહ્યું હતું કે, મહત્વકાંક્ષી બુલેટ ટ્રેનની એક ઈંટ પણ મુકવા નહી દઉં. આ ધમકી બાદ ગુજરાતમાં નવસારી લોકસભાનાં ભાજપ સાંસદ સીઆર પાટીલ અને મરાઠી સમાજનાં નેતા સી.આર. પાટીલે રાજ ઠાકરેને સણસણતો જવાબ આપ્યો છે.

download 3 રાજ ઠાકરેને ગુજરાતના આ સાંસદે આપ્યો સણસણતો જવાબ

સાંસદ સી આર પાટીલે જવાબ આપતા કહ્યું, મુંબઈ કોઈ રાજ ઠાકરેની જાગીર નથી. રાજ ઠાકરે કહે તે પ્રમાણે જ બધું થવું જોઈએ એવું ક્યાંય લખાયું નથી. રાજ ઠાકરેએ બુધ્ધિનું પ્રદર્શન કર્યું છે. ગુજરાત, મહારાષ્ટ્ર તેમજ મુંબઈમાં બધા જ સમાજનાં લોકો એક સંપથી રહે છે. રાજ ઠાકરેએ આવા શાંત વાતવરણને ડહોળવાનો નિષ્ફળ પ્રયાસ કર્યો છે. રાજ ઠાકરેની ધમકી ખરા અર્થમાં સમાજ માટે અયોગ્ય છે.