Not Set/ રામમંદિરના નિર્માણ માટે મોરારીબાપુની ઓનલાઈન કથામાં આવ્યું આટલા રૂપિયાનું દાન

ભાવનગરમાં આવેલા મહુવામાં ચાલી રહેલી મોરારી બાપુની ઓનલાઈન કથામાં શ્રોતાઓ દ્વારા રામ મંદિર નિર્માણમાં 16 કરોડ 80 લાખનું અનુદાન કરવામાં આવ્યું છે. મોરારીબાપુ દ્વારા કરવામાં આવેલી જાહેરાત બાદ વિદેશમાં વસતા શ્રોતાઓ દ્વારા કરોડનું દાન કરવામાં આવ્યું છે. તો મોરારીબાપુ ની ચાલી રહેલી કથામાં રામ મંદિર નિર્માણમાં હજીપણ દાનનો આંકડો વધે તેવી શક્યતા છે. આપને જણાવી […]

Gujarat Others
23da0268bcfa29e818c74fba3e7c8903 રામમંદિરના નિર્માણ માટે મોરારીબાપુની ઓનલાઈન કથામાં આવ્યું આટલા રૂપિયાનું દાન

ભાવનગરમાં આવેલા મહુવામાં ચાલી રહેલી મોરારી બાપુની ઓનલાઈન કથામાં શ્રોતાઓ દ્વારા રામ મંદિર નિર્માણમાં 16 કરોડ 80 લાખનું અનુદાન કરવામાં આવ્યું છે. મોરારીબાપુ દ્વારા કરવામાં આવેલી જાહેરાત બાદ વિદેશમાં વસતા શ્રોતાઓ દ્વારા કરોડનું દાન કરવામાં આવ્યું છે. તો મોરારીબાપુ ની ચાલી રહેલી કથામાં રામ મંદિર નિર્માણમાં હજીપણ દાનનો આંકડો વધે તેવી શક્યતા છે.

આપને જણાવી દઈએ કે મોરારીબાપુએ વ્યાસપીઠ પરથી રામ મંદિર બનાવવાની જાહેરાત કરી હતી. ત્યારે જાહેરાત બાદ શ્રોતાઓ દ્વારા દાનની સરવાણી વહાવવામાં આવી હતી. વિદેશમાં વસતા શ્રોતાઓએ રામ મંદિરના નિર્માણ માટે કરોડો રૂપિયાનું દાન કર્યું છે. વિદેશમાં વસતા ગુજરાતીઓએ રામ મંદિર નિર્માણ માટે અનુદાન કર્યું છે. મોરારીબાપુની ચાલી રહેલ કથામાં આજ સાંજ સુધીમાં રામ મંદિર નિર્માણમાં હજી દાનનો આંકડો વધી શકે છે. 

 નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FacebookTwitterInstagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરીશકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે  ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.