Not Set/ રામ રહિમ સામેના કેસના ચૂકાદાના કારણે પંજાબ અને હરિયાણાની પોલીસને ભારે બંદોબસ્ત કરવો પડ્યો

રામ રહિમ સામેના કેસના ચૂકાદાના કારણે પંજાબ અને હરિયાણાની પોલીસને ભારે બંદોબસ્ત કરવો પડ્યો, કેમ કે આ બાબા ભારે વિવાદાસ્પદ બનેલા છે. ગુરમીત રામ રહીમ સામે આરોપો મૂકાયા અને કેસ થયો તે બાદ તેમના આશ્રમની કામગીરી પર નજર રાખવામાં આવી હતી. ગુરમીત રામ રહિમ સામે આઇપીસીની કલમ ૩૭૬ હેઠળ રેપનો ગુનો દાખલ થયો છે. આ […]

India
vlcsnap error042 રામ રહિમ સામેના કેસના ચૂકાદાના કારણે પંજાબ અને હરિયાણાની પોલીસને ભારે બંદોબસ્ત કરવો પડ્યો

રામ રહિમ સામેના કેસના ચૂકાદાના કારણે પંજાબ અને હરિયાણાની પોલીસને ભારે બંદોબસ્ત કરવો પડ્યો, કેમ કે આ બાબા ભારે વિવાદાસ્પદ બનેલા છે. ગુરમીત રામ રહીમ સામે આરોપો મૂકાયા અને કેસ થયો તે બાદ તેમના આશ્રમની કામગીરી પર નજર રાખવામાં આવી હતી. ગુરમીત રામ રહિમ સામે આઇપીસીની કલમ ૩૭૬ હેઠળ રેપનો ગુનો દાખલ થયો છે. આ ઉપરાંત આઇપીસીની કલમ ૩૦૨ જેવો ગંભીર ગુનો પણ દાખલ થયો છે. તેની સામે બળાત્કાર ઉપરાંત હત્‍યાના બે કેસો દાખલ થયેલા છે.આ પ્રકારના કેસોના કારણે ભક્તોમાં ઉશ્કેરાટ છે અને તેથી જ હિંસા થવાની શક્યતા છે. હિસ્સારના સંત રામપાલની ભારે જહેમત બાદ ધરપકડ કરી લેવામાં આવી હતી. પંજાબ અને હરિયાણા હાઇકોર્ટના કડક વલણ પછી બંને રાજ્યોની પોલીસે પોતપોતાના વિસ્તારમાં આવેલા બાબાના આશ્રમો પર અને તેના ભક્તોની પ્રવૃતિઓ પર બાજ નજર રાખવાનું શરૂ કરી દીધું હતું. સરકાર અને પોલીસ આ સંપ્રદાય સામે ઘણા વખતથી સાવધાની રાખી રહ્યા છે. રામપાલ સામે પોલીસ કાર્યવાહી કરવામાં આવી ત્યારે ભારે હિંસા થઈ હતી તેથી આવી ધટના ફરી ના બને તે માટે સાવચેતી લેવામાં આવી રહી છે.