Not Set/ રાષ્ટ્રગાનના નિવેદનને લઈને સોનુ નિગમ ફરી એકવાર ચર્ચામાં

કોઈ પણ બાબતે પોતાનો મત રજૂ કરનાર બોલીવુડ સિંગર સોનુ નિગમ ફરી એકવાર ચર્ચામાં છે અને આ વખતે મુદ્દો રાષ્ટ્રગાનનો છે. ભારતમાં આ બાબતે મતમતાંતરો જોવા મળી રહ્યા છે કે, થિયેટરો અને સાર્વજનિક સ્થળોએ રાષ્ટ્રગાન વગાડવુ જોઈએ કે નહીં? આ મુદ્દે પોતાનો મત જણાવતા સોનુ નિગમનું કહેવુ છે કે, થિયેટર અને રેસ્ટોરાં જેવા સ્થળોએ રાષ્ટ્રગાન […]

India
bollywood singer azaan nigam shaves controversy response b806e24a ba66 11e7 8fe3 8a4365deb777 રાષ્ટ્રગાનના નિવેદનને લઈને સોનુ નિગમ ફરી એકવાર ચર્ચામાં

કોઈ પણ બાબતે પોતાનો મત રજૂ કરનાર બોલીવુડ સિંગર સોનુ નિગમ ફરી એકવાર ચર્ચામાં છે અને આ વખતે મુદ્દો રાષ્ટ્રગાનનો છે. ભારતમાં આ બાબતે મતમતાંતરો જોવા મળી રહ્યા છે કે, થિયેટરો અને સાર્વજનિક સ્થળોએ રાષ્ટ્રગાન વગાડવુ જોઈએ કે નહીં? આ મુદ્દે પોતાનો મત જણાવતા સોનુ નિગમનું કહેવુ છે કે, થિયેટર અને રેસ્ટોરાં જેવા સ્થળોએ રાષ્ટ્રગાન વગાડવુ જોઈએ નહીં. સિંગર સોનુ નિગમનું કહેવુ છે કે, પાકિસ્તાનનું રાષ્ટ્રગાન વાગતુ હોય તો બધાં પાકિસ્તાની ઉભા થઈ જાય છે.જેમાં હું પણ તે દેશ અને લોકોના સમ્માન માટે ઉભો થઈ જઈશ.રાષ્ટ્રગાન એક પ્રતિષ્ઠિત અને સંવેદનશીલ બાબત છે.ઉલ્લેખનીય છે કે, સુપ્રીમ કોર્ટે કેન્દ્રને થિયેટરોમાં સાર્વજનિક સ્થળો પર રાષ્ટ્રગાન વગાડવાનો આદેશ આપ્યો છે.તેમજ કોર્ટનું કહેવુ છે જો કોઈ વ્યક્તિ રાષ્ટ્રગાન વાગતી વખતે ઉભી ના થાય તો એવુ માની શકાય કે તેનામાં દેશભક્તિ ઓછી છે