Not Set/ લાગે છે હવે વારો આવ્યો રાજકોટનો પણ, એક સાથે કોરોનાનાં 5 કેસ આવ્યા સામે….

ગુજરાતમાં કોરોનાનો કહેર કેવો અને કેટલી હદનો છે તે કહેવાની હવે કોઇ તાર્કીક જરુર રહી નથી. લોકોને તમામ હકીકતો અને આંકડાઓ વિદિત છે. જોવામાં આવે તો ગુજરાતમાં જેટલા કોરોના કેસ છે તેમા મોટા ભાગના કોરોના કેસ શહેરી વિસ્તારોમાં છે અને ખાસ કરીને ગુજરાતનાં ચાર મહાનગરોમાં કોરોનાનો હાહાકાર વિષેશ જોવામાં આવે છે. આપને જાણાવી દઇએ કે, […]

Rajkot Gujarat
a7442631ee84d2c4ae7de7332e94dc5b લાગે છે હવે વારો આવ્યો રાજકોટનો પણ, એક સાથે કોરોનાનાં 5 કેસ આવ્યા સામે....

ગુજરાતમાં કોરોનાનો કહેર કેવો અને કેટલી હદનો છે તે કહેવાની હવે કોઇ તાર્કીક જરુર રહી નથી. લોકોને તમામ હકીકતો અને આંકડાઓ વિદિત છે. જોવામાં આવે તો ગુજરાતમાં જેટલા કોરોના કેસ છે તેમા મોટા ભાગના કોરોના કેસ શહેરી વિસ્તારોમાં છે અને ખાસ કરીને ગુજરાતનાં ચાર મહાનગરોમાં કોરોનાનો હાહાકાર વિષેશ જોવામાં આવે છે. આપને જાણાવી દઇએ કે, ચાર મહાનગરોમાં અત્યાર સુધી રાજકોટની હાલત બાકીના મહાનગરો જેટલી ખરાબ નથી. પરંતુ હવે તેવું લાગી રહ્યું છે કે, રાજકોટનો વારો આવ્યો છે. 

જી હા, રાજકોટમાં પાછલા થોડા દિવસથી કોરોનાનાં કેસની સંખ્યામાં અને વ્યાપમાં ખુબ વધારો જોવામાં આવી રહ્યો છે. આજની વાત કરવામાં આવે તો આજે બપોર સુધીમાં જ રાજકોટમાં એક સાથે પાંચ નવા કોરોના પોઝિટિવ કેસ સામે આવી ચૂક્યા છે. 

રાજકોટમાં કોરોનાનાં નવા ચાર કેસ આવ્યા બાદ તુરંતમાં 5 વર્ષનાં બાળકનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા કુલ કેસ પાંચ થયા છે. રાજકોટમાં અત્યાર સુધી જંલેશ્વર વિસ્તાર પુરતો જ કોરોના સીમિત હતો, જે હવે પૂરા રાજકોટને આવરી રહ્યો હોય તેવી રીતે રૈયારોડ, મવડી, રેલનગર, 80 ફુટ રોડમાં નવા કેસ નોંધાયા હોવાનું સામે આવે છે. 

રાજકોટમાં એક સાથે પાંચ નવા કેસ નોંધાતા તંત્રમાં દોડધામ મચી જવા પામી છે. રાજકોટ માટે ચિંતાજનક સમાચારએ પણ કહી શકાય કે, ચાર નવા કેસ બાદ રાજકોટમાં કોરોનાનો કોરોના વધુ એક કેસ આવ્યો છે અને આ કેસમાં 5 વર્ષનાં બાળકને તેની માતાને કોરોના પોઝિટિવ આવ્યા બાદ રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FaceBook, Twitter, Instagram અને YouTubeપર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે  ડાઉનલોડ કરો “Mantavya News ની નવી મોબાઇલ એપ્લિકેશન….

ક્લિક કરો આ લીંક પર અને તમે પણ જોડાવ દેશને અત્મનિર્ભર કરવાનાં આ અભિયાનમાં #Boycott_China, #Mantavyanews