Not Set/ લોકડાઉનની વચ્ચે રાજ્યમાં બે વિસ્તારોમાં લાગી આગ

ગુજરાતમાં લોકડાઉન જાહેર કરવામાં આવ્યું છે, આ વચ્ચે રાજ્યના આણંદ અને સુરતમાં આગ લાગવાની ઘટના બની છે.આ દરમિયાન આણંદના ચિખોદરા ચોકડી પાસે આવેલા નમકીનની ફેકટરી તેમજ ગોડાઉનમાં આગ લાગી હતી ગોડાઉનમાં લાખોના માલના નુકશાન હોવાની શક્યતા સેવાઈ રહી છે. બીજી બાજુ આ ઘટનાની જાણ થતાં ફાયરબ્રિગેડ દ્વારા આગ પર કાબુ કરવાનો પ્રયાસ કર્યો હતો અને […]

Gujarat Others
1549ad21c41b0d6735ab13f667345b58 લોકડાઉનની વચ્ચે રાજ્યમાં બે વિસ્તારોમાં લાગી આગ

ગુજરાતમાં લોકડાઉન જાહેર કરવામાં આવ્યું છે, આ વચ્ચે રાજ્યના આણંદ અને સુરતમાં આગ લાગવાની ઘટના બની છે.આ દરમિયાન આણંદના ચિખોદરા ચોકડી પાસે આવેલા નમકીનની ફેકટરી તેમજ ગોડાઉનમાં આગ લાગી હતી

ગોડાઉનમાં લાખોના માલના નુકશાન હોવાની શક્યતા સેવાઈ રહી છે. બીજી બાજુ આ ઘટનાની જાણ થતાં ફાયરબ્રિગેડ દ્વારા આગ પર કાબુ કરવાનો પ્રયાસ કર્યો હતો અને ભારે જહેમત બાદ આગ પર મેળવાયો કાબુ મેળવાયો હતો.

બીજી બાજુ સુરતના ભટાર રોડ પર કલર કેમિકલના ગોડાઉનમાં લાગી આગ હતી. મળતી માહિતી મુજબ, સિંઘવી પ્રોસેસર્સના ગોડાઉનમાં આગ લાગી હતી અને  શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાનું અનુમાન છે.

આ ઘટનાની જાણ થતાં માન દરવાજા અને મજુરા ગેટ ફાયર સ્ટેશનના 67 જેટલા ફાયર ફાઈટરો ઘટના સ્થળે પહોંચ્યા હતા અને આગ પર કાબુ મેળવવાની કામગીરી શરૂ કરવામાં આવી હતી. જો કે આ ઘટનામાં સદનસીબે કોઈ જાનહાની થઈ નથી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને FacebookTwitterInstagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે  ડાઉનલોડ કરો “MantavyaNews ની નવી મોબાઇલ એપ્લિકેશન.