Not Set/ જાણો RBIના પૂર્વ ગવર્નર રાજને ભારતીય અર્થતંત્ર વિશે રાહુલ ગાંઘી સાથે શું કરી ચર્ચા..?

કાળમુખા કોરોનાનો કહેર દુનિયાનાં અનેક દેશો કરતા ભારતમાં પ્રમાણમાં ઓછો કહી શકાય અને તેનુ કારણ છે કેન્દ્ર સરકાર દ્વારા લેવામાં આવેલ લોકડાઉનનુ પગલું. જો કે, લોકડાઉનનાં કારણે દેશમાં આર્થિકક્ષેત્રો ભારે મંદ પડ્યા અને દેશની અર્થવ્યવસ્થાનાં પૌડા અટવાઇ ગયા છે. હવે જ્યારે લોકડાઉન છેલ્લા તબ્બકામાં છે, ત્યારે 130 કરોડથી વધુ વસ્તી ધરાવતી આ અર્થવ્યવસ્થામાં પૂન પ્રાણ […]

India
29cfb46af308ca77db02ee36101c2a9b જાણો RBIના પૂર્વ ગવર્નર રાજને ભારતીય અર્થતંત્ર વિશે રાહુલ ગાંઘી સાથે શું કરી ચર્ચા..?
29cfb46af308ca77db02ee36101c2a9b જાણો RBIના પૂર્વ ગવર્નર રાજને ભારતીય અર્થતંત્ર વિશે રાહુલ ગાંઘી સાથે શું કરી ચર્ચા..?

કાળમુખા કોરોનાનો કહેર દુનિયાનાં અનેક દેશો કરતા ભારતમાં પ્રમાણમાં ઓછો કહી શકાય અને તેનુ કારણ છે કેન્દ્ર સરકાર દ્વારા લેવામાં આવેલ લોકડાઉનનુ પગલું. જો કે, લોકડાઉનનાં કારણે દેશમાં આર્થિકક્ષેત્રો ભારે મંદ પડ્યા અને દેશની અર્થવ્યવસ્થાનાં પૌડા અટવાઇ ગયા છે. હવે જ્યારે લોકડાઉન છેલ્લા તબ્બકામાં છે, ત્યારે 130 કરોડથી વધુ વસ્તી ધરાવતી આ અર્થવ્યવસ્થામાં પૂન પ્રાણ સંચારણ કરવું અત્યંત આવશ્યક છે. લોકોમાં અર્થતંત્રને લઇને અનેક પ્રશ્નો જોવામાં આવે છે. પાછા ગયેલા મજૂરો આવશે કે કેમ ? પ્રોજક્શનનુંં શું ? વેચાણ ક્યા કરીશું ? વિગેરે વિગેરે વિવિધ પ્રશ્નો. લોકો ઘરોમાં બંધ છે અને ઉદ્યોગ-ધંધા ઠપ્પ છે. લોકડાઉનની અસર અર્થ વ્યવસ્થા પર પડી રહી છે. અર્થ વ્યવસ્થા સામે આવી રહેલા પડકારોને લઈને કોંગ્રેસના પૂર્વઅધ્યક્ષ અને વાયનાડનાં સાંસદ રાહુલ ગાંધી દ્વારા આજે એટલે કે 30 એપ્રિલને ગુરૂવારે એક વાર્તાલાપ સિરીઝ શરુ કરવામાં આવી છે. આ સિરીઝમાં કોઇ પણ રાજકારણ બાધ્ય હોવાની જાણકારી સાથે રાહુલ ગાંધી દ્વારા દેશ વિદેશનાં ખ્યાતનામ અર્થશાસ્ત્રી સાથે વાર્તાલાપ કરવામાં આવશે. આ સિરીઝનો વીડિયો કોંગ્રેસ દ્વારા સોશિયલ મિડીયાનાં માધ્યમથી ઉપલબ્ધ કરાવવામાં આવશે.  સિરીઝની શરુઆત રિઝર્વ બેંકના પૂર્વ ગવર્નર રઘુરામ રાજન સાથે ચર્ચા કરી કરવામાં આવી હતી.

તો આવો જાણીએ  કે રાજને શું વાર્તાલાપ કર્યો રાહુલ ગાંઘી સાથે અને વાર્તાલાપ દરમિયાન રાજને જણાવ્યું કે, હાલના સમયે ગરીબોની મદદ કરવી જરૂરી છે. આ માટે સરકારના અંદાજે 65 હજાર કરોડ રૂપિયા ખર્ચ થશે. RBIના પૂર્વ ગવર્નર રાજને જણાવ્યું કે, વૈશ્વિક મંચ પર ભારત એક મોટી ભૂમિકા ભજવી શકે છે. આજે સ્વાસ્થ્ય અને રોજગાર માટે શ્રેષ્ઠ વ્યવસ્થા કરવાની આવશ્યક્તા છે. વૈશ્વિક સ્તરે અર્થ વ્યવસ્થાને લઈને રાજને જણાવ્યું કે, વૈશ્વિક અર્થતંત્રમાં કંઈક ખામી તો છે, લોકો પાસે નોકરીઓ નથી. જેમની પાસે છે, તેમને ભવિષ્યની ચિંતા છે. આવકની અસમાન વહેંચણી થઈ રહી છે.

અર્થ વ્યવસ્થાને લઈને ઉત્પન થનાર પડકારો પર પૂર્વ ગવર્નર રાજને જણાવ્યું કે, આપણે જલ્દી અર્થ વ્યવસ્થા ખોલવાના પગલા ભરવા પડશે કારણ કે આપણી પાસે બીજા દેશોની જેમ સારી વ્યવસ્થા નથી. આપણે મોટા પગલા ભરવા જ પડશે. આપને જણાવી દઈએ કે, રઘુરામ રાજન 2013 થી 2016 સુધી રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાના ગવર્નર રહી ચૂક્યા છે. અગાઉ પણ અનેક વખત તેઓ મોદી સરકારની આર્થિક નીતિઓની આલોચના કરી ચૂક્યાં છે. તો સાથે સાથે ભારતીય અર્થતંત્રને વિશ્વમાં પ્રસ્તાપિત કરવામાં પણ તેમનો મોટો ફાળો અને વિવિધ પ્રકારનાં નિર્ણયોનો એટલો જ ભાગ પણ છે. 

ચર્ચામાં રાહુલ ગાંધીએ જણાવ્યું કે, ભારતીય સમાજની વ્યવસ્થા અમેરિકી સમાજ કરતા ભિન્ન છે. એવામાં સામાજિક પરિવર્તન જરૂરી છે. આજે જે પ્રકારની અસમાનતા છે, તે ઘણો ચિંતાનો વિષય છે. ભારત અને અમેરિકામમાં આ પ્રકારનો મોટું અંતર છે, આથી તેને અંત લાવવો અનિવાર્ય થઈ જાય છે આ મામલે અર્થશાસ્ત્રી રઘુરામ રાજને કહ્યું કે, આપણી પાસે લોકોના જીવનને શ્રેષ્ઠ કરવાની પદ્ધતિ છે. ફૂડ, સ્વાસ્થ્ય, શિક્ષણ પર અનેક રાજ્યોએ સારૂ કામ કર્યું છે, પરંતુ સૌથી મોટો પડકાર લોઅર મિડલ ક્લાસ અને મિડલ ક્લાસ માટે છે. જેમાં પાસે સારી નોકરીઓ નહીં હોય. આજે સમયની માંગ છે કે, લોકોને માત્ર સરકારી નોકરી પર નિર્ભર ના રાખવામાં આવે, તેમના માટે નવી તકો ઉભી કરવામાં આવે.

લોકડાઉન કેવી રીતે ખોલવામાં આવે?
RBIના પૂર્વ ગવર્નર રાજને જણાવ્યું કે, બીજુ લૉકડાઉન લાગૂ કરવાનો અર્થ છે કે, તમે તેને ખોલવાને લઈને યોગ્ય તૈયારીઓ નથી કરી શક્યાં. એવામાં શું ત્રીજુ લૉકડાઉન પણ લાગુ થશે? એવો પ્રશ્ન લોકોના મનમાં ઉઠે, તે સ્વાભાવિક છે. જો આપણે વિચારીએ કે, ઝીરો કેસ થઈ જાય પછી જ લૉકડાઉન ખોલીશુ, તો તે અસંભવ છે.

કોરોના વાઈરસના ટેસ્ટિંગ પર સવાલ
કોંગ્રેસ નેતાએ પૂછ્યું કે, દેશમાં કોરોનાના ટેસ્ટિંગને લઈને અનેક સવાલો ઉઠી રહ્યાં છે. અન્ય દેશોની સરખામણીમાં અહીં ઓછા ટેસ્ટિંગ થઈ રહ્યાં છે. જેનો જવાબ આપતા રાજને જણાવ્યું કે, જો આપણે અર્થ વ્યવસ્થાને પૂર્ણ ખોલવા માંગીએ છીએ, તો ટેસ્ટિંગની ક્ષમતા વધારવી પડશે. આપણે માસ ટેસ્ટિંગ તરફ જવું પડશે. અમેરિકા આજે દરરોજ લાખો ટેસ્ટ કરી રહ્યું છે, પરંતુ આપણ 20 કે 30 હજાર ટેસ્ટ માંડ કરી શકીએ છીએ.

કોરોના સંકટથી ભારતને શું થશે લાભ?
કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ પૂછ્યુ કે, શું આ પ્રકારની સ્થિતિથી ભારતને લાભ થઈ શકે છે? જ્યારે કોરોના વાઈરસનું સંકટ સમાપ્ત થશે, તો ભારતે શું કરવું જોઈએ? આ સવાલનો ઉત્તર આપતા રાજને જણાવ્યું કે, આ પ્રકારની ઘટનાઓ ઘણી ઓછી કોઈ પર સારી અસર કરે છે. જો કે ભારત માટે આ એક તક છે, તે પોતાની ઈન્ડસ્ટ્રીને વિશ્વ સુધી પહોંચાડે અને લોકો સાથે સંવાદ કરે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે ડાઉનલોડ કરો મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.