Not Set/ લોકડાઉનમાં પાર્લે-જીનું ધૂમ વેચાણ, છેલ્લા 8 દાયકાનો પોતાનો  જ રેકોર્ડ તોડ્યો…..

પાર્લે-જી બિસ્કીટ સ્થળાંતર કરતા શ્રમજીવીઓ માટે વરદાન સાબિત થયું છે.પાર્લે-જી ના વેચાણમાં છેલ્લા ૮૨ વર્ષોનો રેકોર્ડ તુટ્યો છે. કેન્દ્ર સરકારે 23 માર્ચે લોકડાઉનનાં પ્રથમ તબક્કાની જાહેરાત કરી હતી. વડા પ્રધાન નરેન્દ્ર મોદીની ઘોષણાની સાથે જ દેશમાં  બ્રેક લાગી હતી. બસો અને ટ્રેનો બંધ હતી. પરંતુ લોકડાઉન થયાના કેટલાક દિવસો બાદ મોટી સંખ્યામાં લોકો ઘરે જવા માટે […]

Business
63e78c20379a4838dfdb77e5111ada82 લોકડાઉનમાં પાર્લે-જીનું ધૂમ વેચાણ, છેલ્લા 8 દાયકાનો પોતાનો  જ રેકોર્ડ તોડ્યો.....

પાર્લે-જી બિસ્કીટ સ્થળાંતર કરતા શ્રમજીવીઓ માટે વરદાન સાબિત થયું છે.પાર્લે-જી ના વેચાણમાં છેલ્લા ૮૨ વર્ષોનો રેકોર્ડ તુટ્યો છે. કેન્દ્ર સરકારે 23 માર્ચે લોકડાઉનનાં પ્રથમ તબક્કાની જાહેરાત કરી હતી. વડા પ્રધાન નરેન્દ્ર મોદીની ઘોષણાની સાથે જ દેશમાં  બ્રેક લાગી હતી. બસો અને ટ્રેનો બંધ હતી. પરંતુ લોકડાઉન થયાના કેટલાક દિવસો બાદ મોટી સંખ્યામાં લોકો ઘરે જવા માટે પગપાળા નીકળી ગયા હતા.

લોકડાઉનમાં પાર્લે-જી નો સાથ

પરપ્રાંતિય મજૂરોની ભીડ જોઇને કેન્દ્ર સરકારે બસ અને ટ્રેનો દ્વારા પરપ્રાંતિયોને ઘરે લઈ જવાની સુવિધા પૂરી પાડી હતી, પરંતુ તે દરમિયાન લોકો મોટા પાયે લોકોની મદદ માટે આગળ આવ્યા હતા. ખાસ કરીને ખાણી-પીણીની વસ્તુઓ અ શ્રમજીવીઓને  આપવામાં આવતી હતી.

પાર્લે-જી બિસ્કીટનું પેકેટ, જે ફક્ત 5 રૂપિયામાં મળે છે, તે પણ સેંકડો કિલોમીટર ચાલનારા પરપ્રાંતિયો માટે ખૂબ મદદરૂપ સાબિત થયું. કેટલાકએ તે જાતે ખરીદ્યું અને અન્ય લોકોએ તેને સહાય રૂપે આપ્યું. એટલું જ નહીં, આ કોરોના સંકટની વચ્ચે લોકોએ પાર્લે-જી બિસ્કીટનો સ્ટોક પણ તેમના ઘરે જમા કર્યો.

પાર્લે-જીનો મોટો ધંધો

ઇકોનોમિક્સ ટાઇમ્સના અહેવાલ મુજબ, પાર્લે-જીનો માર્ચ, એપ્રિલ અને મે મહિનામાં મોટો ધંધો છે. આ સમય દરમિયાન, પાર્લે-જી બિસ્કિટ્સ એટલું વેચાયું છે કે, છેલ્લા 82 વર્ષનો રેકોર્ડ તૂટી ગયો છે. જોકે, પાર્લે કંપનીએ વેચાણના આંકડા આપ્યા નથી.

અહેવાલમાં જણાવ્યા અનુસાર, પાર્લે પ્રોડક્ટ્સના કેટેગરીના વડા મયંક શાહે જણાવ્યું છે કે કંપનીનો કુલ માર્કેટ શેર લગભગ 5 ટકા વધ્યો છે અને આ વૃદ્ધિનો 80-90 ટકા પાર્લે-જીના વેચાણથી આવ્યો છે. તે જ સમયે, અન્ય કંપનીઓના બિસ્કીટનું વેચાણ વધ્યું છે. પાર્લે-જી 1938 થી ભારતીયોમાં એક પ્રિય બ્રાન્ડ છે.

કંપની 10 મહિના પહેલા સંકટમાં આવી હતી

જો કે ગયા વર્ષે ઓગસ્ટમાં એક અહેવાલ આવ્યો હતો જેમાં કહેવામાં આવ્યું હતું કે પાર્લે-જીની માંગમાં ઘટાડો થયો છે, ખાસ કરીને 5 રૂપિયાના પેકેટના વેચાણનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. તે અહેવાલમાં એવું કહેવામાં આવ્યું હતું કે પાર્લે પ્રોડક્ટ્સની સુસ્ત માંગને કારણે 8,000-10,000 લોકો છૂટા કરવા પડી શકે  છે. કંપનીએ સરકાર પાસે મદદ માંગી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે
તમે અમને Facebook, Twitter, Instagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે  ડાઉનલોડ કરો “MantavyaNews” નીનવી મોબાઇલ એપ્લિકેશન.