Not Set/ લોકડાઉનમાં બિનજરૂરી ચીજ વસ્તુઓ માટે ઓનલાઇન ડિલીવરી કરવામાં નહીં આવે: ગૃહ મંત્રાલય

દેશમાં કોરોના વાયરસ સંકટને પહોંચી વળવા માટે લોકડાઉન લાગુ છે. લોકડાઉનને કારણે દેશમાં આર્થિક પ્રવૃત્તિઓ પર પણ બ્રેક લાગી ગયો છે. દરમિયાન સરકારે કહ્યું છે કે લોકડાઉન દરમિયાન બિનજરૂરી ચીજોની ઓનલાઇન ડિલીવરી કરવામાં આવશે નહીં. લોકડાઉનના અમલીકરણ પર સરકારે આવશ્યક ચીજવસ્તુઓની સપ્લાય સુનિશ્ચિત કરવાની વાત કરી હતી. લોકડાઉનમાં રાશન, શાકભાજી અને મેડિકલની દુકાનો ખુલી છે, […]

India

દેશમાં કોરોના વાયરસ સંકટને પહોંચી વળવા માટે લોકડાઉન લાગુ છે. લોકડાઉનને કારણે દેશમાં આર્થિક પ્રવૃત્તિઓ પર પણ બ્રેક લાગી ગયો છે. દરમિયાન સરકારે કહ્યું છે કે લોકડાઉન દરમિયાન બિનજરૂરી ચીજોની ઓનલાઇન ડિલીવરી કરવામાં આવશે નહીં.

લોકડાઉનના અમલીકરણ પર સરકારે આવશ્યક ચીજવસ્તુઓની સપ્લાય સુનિશ્ચિત કરવાની વાત કરી હતી. લોકડાઉનમાં રાશન, શાકભાજી અને મેડિકલની દુકાનો ખુલી છે, જ્યારે બીજી તરફ જરૂરી ચીજોની હોમ ડિલિવરી પણ કરવામાં આવી રહી છે. જો કે, આ દરમિયાન, ગૃહ મંત્રાલયે આદેશ આપ્યો છે કે ઇ-કોમર્સ કંપનીઓ દ્વારા લોકડાઉન દરમિયાન બિન-આવશ્યક ચીજવસ્તુઓની સપ્લાય બંધ કરવામાં આવશે.

હકીકતમાં, 25 માર્ચે લોકડાઉન થયું  ત્યારથી દેશની ઇ-કોમર્સ કંપનીઓ ફક્ત આવશ્યક ચીજવસ્તુઓ સપ્લાય કરી રહી છે. જો કે, થોડા દિવસો પહેલા સરકાર દ્વારા જારી કરાયેલી નવી માર્ગદર્શિકામાં ઈ-કોમર્સ કંપનીઓને અન્ય માલના વેચાણમાં થોડી છૂટ આપવામાં આવી હતી. પરંતુ લોકડાઉન દરમિયાન આ માલની ડિલિવરી કરવામાં આવશે નહીં.

3 મે સુધી લોકડાઉન

આપને જણાવી દઈએ કે 24 માર્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 21 દિવસના લોકડાઉનની જાહેરાત કરી હતી. 25 મી માર્ચથી શરૂ થયેલા 21 દિવસના લોકડાઉનનો 14 એપ્રિલ એ છેલ્લો દિવસ હતો. જો કે, 14 એપ્રિલે પીએમ મોદીએ ફરી એક વખત દેશને સંબોધન કર્યું હતું અને લોકડાઉન 19 દિવસ માટે વધાર્યું હતું, જે 3 મે સુધી ચાલશે.

અગાઉ, સરકારે 3 મે સુધી વિસ્તૃત લોકડાઉન માટે નવી માર્ગદર્શિકા બહાર પાડી હતી. આ મુજબ, ઇ-કોમર્સ પ્લેટફોર્મ દ્વારા 20 એપ્રિલથી મોબાઇલ ફોન, ટીવી, રેફ્રિજરેટર, લેપટોપ અને સ્ટેશનરી વસ્તુઓનું વેચાણ શરૂ કરવાનું કહેવામાં આવ્યું હતું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને FacebookTwitterInstagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે  ડાઉનલોડ કરો “MantavyaNews ની નવી મોબાઇલ એપ્લિકેશન.