Not Set/ લોસ એન્જલસની એક બિલ્ડિંગમાં લાગી ભયાનક આગ, 11 અગ્નિશામકો થયા ઘાયલ

એક વ્યાવસાયિક ઇમારતમાં લાગેલી આગ પર કાબૂ મેળવતાં 11 અગ્નિશામકો ઘાયલ થયા છે. ફાયર અધિકારીઓએ આ માહિતી આપી હતી. તેમણે કહ્યું કે, આગ સમગ્ર બિલ્ડિંગમાં ફેલાઈ ગઈ હતી અને ભયાનક રૂપ ધારણ કર્યું હતું. લોસ એન્જલસ ફાયર ડિપાર્ટમેન્ટનાં પ્રવક્તા નિકોલસ પ્રેજે જણાવ્યું હતું કે, ઈજાગ્રસ્ત અગ્નિશામકોની હાલત વિશે કંઇ કહી શકાય નહીં. તેમને હોસ્પિટલમાં દાખલ […]

World
dd2b35f3f9af357a2581bf55e99bc96f લોસ એન્જલસની એક બિલ્ડિંગમાં લાગી ભયાનક આગ, 11 અગ્નિશામકો થયા ઘાયલ

એક વ્યાવસાયિક ઇમારતમાં લાગેલી આગ પર કાબૂ મેળવતાં 11 અગ્નિશામકો ઘાયલ થયા છે. ફાયર અધિકારીઓએ આ માહિતી આપી હતી. તેમણે કહ્યું કે, આગ સમગ્ર બિલ્ડિંગમાં ફેલાઈ ગઈ હતી અને ભયાનક રૂપ ધારણ કર્યું હતું. લોસ એન્જલસ ફાયર ડિપાર્ટમેન્ટનાં પ્રવક્તા નિકોલસ પ્રેજે જણાવ્યું હતું કે, ઈજાગ્રસ્ત અગ્નિશામકોની હાલત વિશે કંઇ કહી શકાય નહીં. તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે અને તેઓ ડૉક્ટરોની દેખરેખ હેઠળ છે.

3432924aa48766beab579b97f976f2f0 લોસ એન્જલસની એક બિલ્ડિંગમાં લાગી ભયાનક આગ, 11 અગ્નિશામકો થયા ઘાયલ

મળતી માહિતી મુજબ શનિવારે સાંજે શહેરનાં લિટલ ટોક્યો વિસ્તારમાં મકાનમાં આગ લાગી હતી. આગ જોતા આસપાસની ઇમારતો પણ તેની ઝપટમાં આવી ગઈ હતી. 230 ફાયર ફાઇટરોની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી. બિલ્ડિંગમાં આગ કેવી રીતે લાગી તે અંગે કોઈ માહિતી નથી પરંતુ સ્થાનિક લોકોનાં જણાવ્યા મુજબ બ્લાસ્ટનો અવાજ થયો હતો ત્યારબાદ જ્વાળાઓ જોવા મળી હતી.

f6fa4035d2e4eddd0384863c4fc83f09 લોસ એન્જલસની એક બિલ્ડિંગમાં લાગી ભયાનક આગ, 11 અગ્નિશામકો થયા ઘાયલ

અધિકારીઓએ જણાવ્યું હતું કે, ઇમરજન્સી ટીમ હજી ઘટના સ્થળે છે. તેમણે જણાવ્યું હતું કે, આ ઘટનામાં ઘણા લોકો ઘાયલ પણ થયા છે, જેની સારવાર ચાલી રહી છે. ફાયર વિભાગનાં કેપ્ટન એરિક સ્કોટે કહ્યું કે, તે “ખૂબ જ મુશ્કેલ પરિસ્થિતિ અને લોસ એન્જલસમાં એક ખૂબ જ મહત્વપૂર્ણ ઘટના” હતી. તેમણે કહ્યું કે, અગ્નિશામક દળને ઘણી ઈજાઓ પહોંચી છે. તેમણે કહ્યું કે, માહિતી મળ્યાનાં 2 કલાકમાં આગને કાબૂમાં લેવામાં આવી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FacebookTwitterInstagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે  ડાઉનલોડ કરો “MantavyaNews ની નવી મોબાઇલ એપ્લિકેશન.