Not Set/ લ્યો બોલો કોરોનાએ આ સરકારી કચેરીની આર્થિક વૃધ્ધી કરાવી ગાડી પાટે ચડાવી દીધી

આમ તો વિશ્વભરમાં કોરોનાએ ફક્ત અને ફક્ત આર્થિક પાયમાલી અને મોતનાં તાંડવ જેવા માઠા પરિણામો જ આપ્યા છે, પરંતુ આમા પણ અપવાદ સામે આવ્યો છે અને કોરોનાનાં કારણે આર્થિક તંગીમાં હતી તેવી આ સરકારી સંસ્થાને આર્થિક રીતે અનેક ગણો ફાયદો થયાનું સામે આવી રહ્યું છે. રમુજ જેવી લાગતી આ વાત ભારોભાર સત્ય છે અને આ […]

Gujarat Surat

આમ તો વિશ્વભરમાં કોરોનાએ ફક્ત અને ફક્ત આર્થિક પાયમાલી અને મોતનાં તાંડવ જેવા માઠા પરિણામો જ આપ્યા છે, પરંતુ આમા પણ અપવાદ સામે આવ્યો છે અને કોરોનાનાં કારણે આર્થિક તંગીમાં હતી તેવી આ સરકારી સંસ્થાને આર્થિક રીતે અનેક ગણો ફાયદો થયાનું સામે આવી રહ્યું છે.

રમુજ જેવી લાગતી આ વાત ભારોભાર સત્ય છે અને આ સંસ્થા છે સુરતની rto કચેરી. જી હા, સુરતમાં કોરોના બાદ આરટીઓને ફાયદો થયો હોવાના આંકડા સામે આવી રહ્યા છે. કોરોનાનાં કારણે સુરત આરટીઓની તળિયે ગયેલી આવક સુધરી હોવાનું નોંધવામાં આવી રહ્યું છે. ગત મે માસમાં સુરતની આરટીઓની આવક 1.60 કરોડ થઇ ગઇ હતી, જે સપ્ટેમ્બરમાં વધીને 16.40 કરોડ સુધી પહોંચી ગઇ છે. બોલો થયોને આર્થિક ફાયદો.

કોરોનાનાં કારણે આર્થિક ફાયદો રડ્યો હોય તેવી આ કદાચ પહેલી સરકારી કચેરી કે વિભાગ છે. આવક વઘતા સુરત આરટીઓની ગાડી ફરી પાટે ચડી હોવાનું કહેવામાં આવી રહ્યું છે. ઉલ્લેકનીય છે કે, સુરત આરટીઓની આવક વર્ષ 2019ની સરખામણીએ 2020માં ઘટવાની શક્યતા જોવામાં આવી રહી હતી જેમાં હવે વાંધો આવશે નહીં તેવુંં જાણકારો કહી રહ્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FaceBook, Twitter, Instagram અને YouTubeપર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે  ડાઉનલોડ કરો “Mantavya News ની નવી મોબાઇલ એપ્લિકેશન….

ક્લિક કરો આ લીંક પર અને તમે પણ જોડાવ દેશને અત્મનિર્ભર કરવાનાં આ અભિયાનમાં #Boycott_China, #Mantavyanews