Not Set/ વડગામ ધારાસભ્ય જીગ્નેશ મેવાણીએ PM મોદી પર કસ્યો તંજ, કહ્યુ- હવે હકીકતમાં લાલ આંખ દેખાડો

પૂર્વી લદ્દાખ ક્ષેત્રમાં ચીની સૈનિકો સાથે લોહિયાળ સંઘર્ષમાં મોટી સંખ્યામાં ભારતીય જવાનો શહીદ થયા બાદ વિપક્ષ PM મોદીને સવાલ પુછી રહ્યુ છે. વડગામ ધારાસભ્ય જીગ્નેશ મેવાણીએ આજે એક ટ્વીટ કરી PM મોદી પર તંજ કસ્યો છે. વડગામથી અપક્ષ ધારાસભ્ય જીગ્નેશ મેવાણીએ વડા પ્રધાન મોદી પર તંજ કસતા ટ્વીટ કર્યુ, “20 જવાન માર્યા ગયા. વધુમાં લખ્યુ, […]

Uncategorized
e6fdf96d761e06d602676e11d36c69a7 વડગામ ધારાસભ્ય જીગ્નેશ મેવાણીએ PM મોદી પર કસ્યો તંજ, કહ્યુ- હવે હકીકતમાં લાલ આંખ દેખાડો

પૂર્વી લદ્દાખ ક્ષેત્રમાં ચીની સૈનિકો સાથે લોહિયાળ સંઘર્ષમાં મોટી સંખ્યામાં ભારતીય જવાનો શહીદ થયા બાદ વિપક્ષ PM મોદીને સવાલ પુછી રહ્યુ છે. વડગામ ધારાસભ્ય જીગ્નેશ મેવાણીએ આજે એક ટ્વીટ કરી PM મોદી પર તંજ કસ્યો છે.

વડગામથી અપક્ષ ધારાસભ્ય જીગ્નેશ મેવાણીએ વડા પ્રધાન મોદી પર તંજ કસતા ટ્વીટ કર્યુ, 20 જવાન માર્યા ગયા. વધુમાં લખ્યુ, મારુ શું છે હુ તો થેલો લઇને આવ્યો હતો, થેલો લઇને ચાલ્યો જઇશ. ચીની રાષ્ટ્રપતિ સાથે PM મોદીએ અમદાવાદનાં સાબરમતીમાં જુલા ખાધા હતા, જેને યાદ કરતા મેવાણીએ લખ્યુ કે, માનનીય મોદીજી હવે માત્ર હીંચકા ખાવાથી કામ નહી ચાલે !! હકીકતમાં લાલ આંખ દેખાડો.

ઉલ્લેખનીય છે કે, વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ શુક્રવારે ચીન સામેનાં વિવાદ પર ચર્ચા કરવા સર્વપક્ષીય બેઠક બોલાવી છે. પીએમઓએ આની સત્તાવાર પુષ્ટિ કરી છે. નોંધપાત્ર વાત એ છે કે આ સંઘર્ષમાં 20 સૈનિકો શહીદ થયા પછી વિરોધી પક્ષો સરકારની વ્યૂહરચના પર સવાલ ઉભા કરી રહ્યા છે. જો કે, બધા પક્ષો સંયુક્ત રીતે ચીનનાં આ કૃત્યની નિંદા કરી રહ્યા છે. સવારે કોંગ્રેસનાં પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ ટ્વિટ કરીને વડા પ્રધાનને આ મુદ્દે પરિસ્થિતિ સ્પષ્ટ કરવા જણાવ્યું છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FacebookTwitterInstagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે  ડાઉનલોડ કરો “MantavyaNews ની નવી મોબાઇલ એપ્લિકેશન.