Not Set/ વડોદરામાં પત્રકારો સહીત 16 લોકોનો કોરોના રિપોર્ટ આવ્યો પોઝિટિવ

વડોદરામાં કોરોનાના સંક્રમિતોની સંખ્યામાં સતત વધારો થઇ રહ્યો છે. ત્યારે પત્રકારો પણ આ વાયરસને ચપેટમાં આવવા લાગ્યા છે. વડોદરામાં આજે નવા 16 કેસ સામે આવ્યા છે. જેમાં 7 પત્રકારોનો સમાવેશ થતા સ્થાનિક પત્રકારોમાં હડકંપ મચી ગયો છે. વડોદરામાં કોરોના પોઝિટીવ આંકડો 279 પર પહોચી ગયા છે. અત્યાર સુધી કુલ મોતની સંખ્યા 17 પર પહોચી ગઇ […]

Gujarat Vadodara
75e33a5756bee5cc191b69801df5f514 વડોદરામાં પત્રકારો સહીત 16 લોકોનો કોરોના રિપોર્ટ આવ્યો પોઝિટિવ

વડોદરામાં કોરોનાના સંક્રમિતોની સંખ્યામાં સતત વધારો થઇ રહ્યો છે. ત્યારે પત્રકારો પણ આ વાયરસને ચપેટમાં આવવા લાગ્યા છે. વડોદરામાં આજે નવા 16 કેસ સામે આવ્યા છે. જેમાં 7 પત્રકારોનો સમાવેશ થતા સ્થાનિક પત્રકારોમાં હડકંપ મચી ગયો છે. વડોદરામાં કોરોના પોઝિટીવ આંકડો 279 પર પહોચી ગયા છે. અત્યાર સુધી કુલ મોતની સંખ્યા 17 પર પહોચી ગઇ છે. 

આપને જણાવી દઈએ કે કોરોના પોઝિટીવ જણાઈ આવતા તેઓને હોમ ક્વોરેન્ટાઈન કરવા સહિતની કામગીરી હાથ ધરવામાં આવી છે.  

આરોગ્ય વિભાગના સૂત્રોના જણાવ્યા અનુસાર વડોદરામાં આજે નવા આવેલા કેસમાં ગુલશન એપાર્ટમેન્ટ યાકુતપુરા, ડબી ફળીયા-પાણીગેટ, મરાઠી મહોલ્લો, નાગરવાડા, વાસણા રોડ, બ્રાઇટ સ્કૂલની ગલીમાં કારેલીબાગ, ક્રિષ્ણાપાર્ક સોસાયટી વાઘોડિયા રોડ, પાણીગેટ કાસમમિયાની મસ્જીદ પાસે, શેખ ફરીદ મહોલ્લા પાણીગેટ,  મોગલવાડા વિસ્તારમાં બકરી પોળ, રાવપુરા વિસ્તારમાં કાછીયા પોળ, આજવા રોડના કમલાનગરનો સમાવેશ થાય છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને FacebookTwitterInstagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે  ડાઉનલોડ કરો “MantavyaNews ની નવી મોબાઇલ એપ્લિકેશન.