Not Set/ ગોંડલના માજી ધારાસભ્યની હત્યા માટે ભુજ જેલમાંથી જ ભાગવાનું દોંગા ગેંગે ઘડ્યું કાવતરું,પોલીસના સોગંદનામામાં ઉલ્લેખ

ગોંડલના નામ ચિન્હ આરોપી નિખિલ દોંગાનું ફરી એક વખત જામીનનો આશરો લઇ અને ગુનાકીય ઘટનાને અંજામ આપવાનું કાવતરું ન્યાયાધીશની તટસ્થતાના કારણે નિષ્ફળ ગયું હતું. ગોંડલનો કુખ્યાત

Gujarat
nikhil donga 1 ગોંડલના માજી ધારાસભ્યની હત્યા માટે ભુજ જેલમાંથી જ ભાગવાનું દોંગા ગેંગે ઘડ્યું કાવતરું,પોલીસના સોગંદનામામાં ઉલ્લેખ

ગોંડલના નામ ચિન્હ આરોપી નિખિલ દોંગાનું ફરી એક વખત જામીનનો આશરો લઇ અને ગુનાકીય ઘટનાને અંજામ આપવાનું કાવતરું ન્યાયાધીશની તટસ્થતાના કારણે નિષ્ફળ ગયું હતું. ગોંડલનો કુખ્યાત અને ગુજસીટોકનો આરોપી નિખિલ દોંગા કેસમાં પીએસઆઇ સહિત છ આરોપીની નિયમિત જામીન અરજી બીજી વખત નામંજૂર કરવામાં આવી છે. નિખિલ દોંગા દ્વારાચાર્જશીટ રજૂ થયા બાદ રેગ્યુલર જામીન મેળવવા માટે અરજી કરાઇ હતી, જે ત્રીજા અધિક સેશન્સ જજ તરફથી ગુનાની ગંભીરતાને ધ્યાનમાં લઇ તેમજ કોઇ કોગ્નિઝેબલ ગુનો કરવાની ફિરાકમાં હોવાથી અરજી નામંજૂર કરી હતી.

નાસી જશે તેવી ભીતિ હોવાથી નામંજૂર કરવા સરકારી વકીલ તરફથી દલીલ

આ સમગ્ર પ્રકરણમાં આરોપીને બનાવટી આધારકાર્ડ બનાવી આપનાર રાજુ કોલી (રહે. ગોંડલ) તેમજ ભાવેશ ખીલી (રહે. ગોંડલ) બંને હજુ પોલીસ પકડથી દૂર છે. જો જામીન નામંજૂર કરવામાં આવશે તો આ બંનેને પકડવામાં મુશ્કેલી ઊભી થશે. તો આ આરોપી ગુનાહિત ઇતિહાસ ધરાવે છે અને જામીન લીધા બાદ નાસી જશે તેવી ભીતિ હોવાથી નામંજૂર કરવામાં આવે તેવી દલીલ સરકારી વકીલ તરફથી કરવામાં આવી હતી.

જી. કે. જનરલ હોસ્પિટલમાંથી ભાગવાનું કાવતરુ રચ્યું

જી. કે. જનરલ હોસ્પિટલમાંથી ભાગતાં પહેલાં જેતપુર તારીખમાં જતી વેળાએ રાજકોટ હાઇવે પર નાસી જવા કાવતરું રચાયું હતું, પણ મુદત ન મળતાં કારસો નિષ્ફળ ગયો હતો.એટલું જ નહીં, જામીન અરજી વેળાએ પોલીસે રજૂ કરેલા સોગંદનામામાં ઘટસ્ફોટ થયો હતો કે નિખિલ દોંગાના પિતા રમેશ પરસોતમભાઇ દોંગા સામે ગોંડલ સિટીમાં દર્જ થયેલા બે ગુના ગોંડલના માજી ધારાસભ્ય જયરાજસિંહ જાડેજાએ રજિસ્ટર કરાવ્યા હોવાનું માની તેની હત્યા કરવા માટે સાગરીતો સાથે જી. કે. જનરલ હોસ્પિટલમાંથી ભાગવાનું કાવતરુ રચ્યું હતું. ભુજની જી. કે. જનરલ હોસ્પિટલમાંથી ગુજસીટોકનો પાલારા જેલમાં રહેલો કુખ્યાત ગેંગસ્ટર નિખિલ દોંગા કોઇ મોટા ગુનાને અંજામ આપવા માટે હોસ્પિટલમાંથી નાસી છૂટયો હતો. જે બનાવમાં સંડોવાયેલા મનાતા પોલીસ કર્મચારી તેમજ અન્ય લોકોની ધરપકડ કરી જેલહવાલે કરાયા હતા.

તબીબને ગુનાકામે આરોપી તરીકે લેવાયા નથી કે ગુનો દાખલ કરાવાયો નથી

પીએસઆઇ આર. બી. ગાગલના ધારાશાસ્ત્રીએ દલીલ કરી હતી કે ગુનાકામે આરોપી નિખિલ દોંગાને જી. કે. જનરલ હોસ્પિટલમાં તબીબે દાખલ કર્યો હતો, તેમ છતાંય તબીબને ગુનાકામે આરોપી તરીકે લેવાયા નથી કે ગુનો દાખલ કરાવાયો નથી. તો વધુમાં જાપતો જેલ અધીક્ષકે ફાળવેલો હોઇ તેમને પણ આ કામે આરોપી દર્શાવાયા નથી. ચાર્જશીટ રજૂ થયા બાદ તમામની પ્રથમ રેગ્યુલર જામીન અરજી ફગાવી દેવાઇ હતી. બીજી બાજુ આરોપી આકાશ આર્ય તથા જી. કે. જનરલના મેનેજર વિજય સાંગાણીએ સિવિલ સર્જન ડો. કશ્યપ બૂચને જી. કે. જનરલમાં રિફર કરવા ભલામણ કરી હોવાનો ખુલાસો પણ થયો છે.

માજી ધારાસભ્ય જયરાજસિંહનું કાસળ કાઢવા જેલમાંથી નાસી જવાનું કાવતરુ  

જેમાં આરોપીઓ કોગ્નિઝેબલ ક્રાઇમ કરવાની ફિરાકમાં હોવાનો તેમજ માજી ધારાસભ્ય જયરાજસિંહનું કાસળ કાઢવા માટે જી. કે. જનરલ હોસ્પિટલમાંથી નાસી જવા તેમજ નાસવામાં મદદ કરી હોવાનો ઉલ્લેખ કરી ત્રીજા અધિક સેશન્સ જજ એમ. એમ. પટેલે અરજી નામંજૂર કરી હતી.જેલમાંથી નાસી જવા માટે શામ, દામ, દંડ, ભેદની નીતિ અપનાવી મદદ કરવાનું નક્કી થયું હતું.તા. 25-3ના ભરત રામાણીની સ્વિફટ કારથી આરોપી રેનીશ રામાણી, ભાવિક ઉર્ફે ખીલી અને ખુદ ભરત ત્રણેય માધાપર હાઇવે પર આવેલી એક હોટલમાં રોકાયા હતા બાદમાં બીજા દિવસે આરોપી શ્યામલ દોંગા અને સાગર કયાડા પણ આઇ20 કારથી ભુજ આવ્યા હતા અને તેઓ એરપોર્ટ રિંગ રોડ પરની એક હોટલમાં રોકાયા હતા. પાલારા જેલમાં મુલાકાત વેળાએ વાત થઇ હતી ત્યારે નિખિલ દોંગાએ કહ્યું હતું કે જયરાજસિંહનું કાંઈ કરવું પડશે અને તેના મર્ડર માટે નાસી જવાનું નક્કી થયું હતું.

sago str 7 ગોંડલના માજી ધારાસભ્યની હત્યા માટે ભુજ જેલમાંથી જ ભાગવાનું દોંગા ગેંગે ઘડ્યું કાવતરું,પોલીસના સોગંદનામામાં ઉલ્લેખ