Gujarat Assembly Election 2022/ આ નાયબ મામલતદાર અહીંથી લડશે ભાજપના ધારાસભ્યની ચૂંટણી

નવસારી જિલ્લાની વાંસદા વિધાનસભા ઉપર આજે ભારતીય જનતા પાર્ટી દ્વારા એક યુવા એવા પિયુષ  કાંતિલાલ પટેલને ટિકિટ આપી છે ત્યારે વાંસદા વિધાનસભા ઉપર 2022માં આ વર્ષે ખરાખરીનો ત્રિપાખ્યો જંગ થશે.

Gujarat Gujarat Assembly Election 2022 Others
વિધાનસભા

@ઋષિયંત શર્મા

વાંસદા વિધાનસભા ઉપર ભારતીય જનતા પાર્ટી દ્વારા યુવા અને એક અધિકારીને ટિકિટ આપી છે. પિયુષ પટેલ એક નાયબ મામલતદાર છે તેઓ હાલ વાંસદા ખાતે ફરજ બજાવી રહ્યા છે. સહકાર ક્ષેત્રે તેઓ નાયબ મામલતદારની સેવા દરમિયાન બે વર્ષ નવસારી કલેકટર કચેરી ખાતે તેમજ ત્રણ વર્ષ ખેરગામ ખાતે સાડા પાંચ વર્ષ તેઓએ ફરજ બજાવી છે. સાથે જ ચીખલી તાલુકામાં પણ તેઓએ ફરજ પૂરી પાડી છે હાલ તેઓ છ મહિનાથી વાંસદા ખાતે નાયબ મામલતદાર તરીકે ફરજ બજાવી રહ્યા છે. સેવાકીય ક્ષેત્ર બાબતે 2017માં નવસારી જિલ્લા શ્રેષ્ઠ નાયબ મામલતદારનો એવોર્ડ તેઓને મળેલ છે 2020માં કોવિડ દરમિયાન સારી કામગીરી બદલ પણ તેઓને એવોર્ડ મળેલ છે તેઓ અવાર-નવાર  સામાજિક કાર્યોમાં કાર્યરત રહે છે. તેમનો જન્મ વાંસદા તાલુકાના મનપુર ગામે થયો છે. તેમનો જન્મ બે જુલાઈ 1985માં થયો છે. તેઓએ પ્રાથમિક શાળાનો અભ્યાસ ગુરુકુળ વિદ્યાલય ગાંધીનગર ખાતે કર્યો છે. ત્યારબાદ માધ્યમિક શાળાનો અભ્યાસ પ્રતાપ હાઇસ્કુલ વાંસદામાંથી કર્યો છે. ત્યારબાદ વ્યારા ખાતેથી બી.એ ઈંગ્લીશ નો અભ્યાસ કર્યો હતો. ત્યારબાદ સરદાર પટેલ યુનિવર્સિટી વિદ્યાનગરથી એમબીએ વિભાગમાંથી એમબીએ માર્કેટિંગ કર્યું હતું.

2010માં દિલ્હી ખાતે યુપી એસસીની તૈયારી કરવા ગયેલા મામલતદારની ત્યારબાદ 2012માં નાયબ મામલતદારની પરીક્ષા આપી તેઓ પાસ થયા હતા. ત્યારબાદ તેઓને નવસારી જિલ્લા ખાતે ફરજ પર મૂકવામાં આવ્યા હતા. તેઓના પત્નીનું નામ છે હેતલબેન પિયુષ ભાઈ પટેલ તેમને એક છ વર્ષની બાળકી પણ છે.તેઓનો આખો પરિવાર સરકારી ફરજ બજાવતો છે. પિયુષ પટેલ એક યુવા નેતા તરીકે ઉભરી આવ્યા છે 2022 થી ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટી દ્વારા તેઓને ટિકિટ આપવામાં આવી છે. ત્યારે યુવા કાર્યકર્તાઓમાં ખૂબ જ ઉત્સાહ જોવા મળી રહ્યો છે. વાંસદા વિધાનસભાની વાત કરવામાં આવે તો વાંસદા વિધાનસભા આઝાદીથી લઈને અત્યાર સુધી કોંગ્રેસનો ગઢ માનવામાં આવે છે.

હાલના વર્તમાન ધારાસભ્યો અનંત પટેલ આદિવાસી સમાજમાં ખૂબ મોટું નામના ધરાવે છે અનંત પટેલ દ્વારા સરકારના કેટલાક પ્રોજેક્ટ્સને લઈને વિરોધ પણ નોંધાવ્યો છે જેમકે તાપી પાર રીવર લિંક પ્રોજેક્ટ હોય ભારત માલા પ્રોજેક્ટ હોય ખેડૂતોના પ્રશ્ન હોય આંગણવાડી બહેનોના પ્રશ્નો હોય જી.ઈ.બી ના પ્રશ્નો હોય અનેક મુદ્દાઓને લઈને તેઓ દ્વારા ન્યાય માટે રસ્તા ઉપર ઉતરતા હોય છે 2022 વિધાનસભાની વાસદા વિધાનસભા ઉપર રસપદ ચૂંટણી બની રહેશે 2022માં વાસદા વિધાનસભા ઉપર ત્રિપાખ્યો જંગ યોજાશે જેમાં કોંગ્રેસમાંથી યુવા નેતા એવા અને આદિવાસી સમાજના લોક ચાહના મેળવનારા નેતા અનંત પટેલને કોંગ્રેસ પાર્ટી દ્વારા ટિકિટ આપવામાં આવી છે ત્યારે આમ આદમી પાર્ટી દ્વારા યુવા નેતા એવા પંકજ પટેલને ટિકિટ આપવામાં આવી છે.

તો બીજી તરફ ભારતીય જનતા પાર્ટી દ્વારા યુવા નેતા એવા પિયુષ પટેલને ટિકિટ આપવામાં આવી છે ત્યારે ત્રણેય પાટી દ્વારા યુવા ચહેરાઓને મેદાનોમાં ઉતારવામાં આવી છે ત્યારે આવનારો સમય જ બતાવશે કોની હાર થશે અને કોની જીત થશે વાસદા વિધાનસભાની અગાઉની વાત કરવામાં આવે તો વાસદા વિધાનસભા કોંગ્રેસનું ગઢ માનવામાં આવે છે.

2012 માં છના ચૌધરીએ કોંગ્રેસ પાર્ટી દ્વારા ટિકિટ આપવામાં આવી હતી તેઓ 2012માં તેમના સમયે હાલના ગુજરાત સરકારના કેબિનેટ મંત્રી ગણદેવી બેઠકના ધારાસભ્ય નરેશ પટેલને 2012માં વાસદા વિધાનસભા ખાતે ભારતીય જનતા પાર્ટી દ્વારા મેદાને ઉતાર્યા હતા ત્યારે કોંગ્રેસ પક્ષના ઉમેદવાર છના ચૌધરીની 25 હજારથી પણ વધુ મતોથી તેઓની જીત થઈ હતી ત્યારબાદ 2016 માં છના ચૌધરી દ્વારા રાજ્યસભાના ઇલેક્શનમાં તેઓ દ્વારા કોંગ્રેસનો સાથ છોડીને તેઓએ ભારતીય જનતા પાર્ટીનો ખેસ ધારણ કર્યો હતો ત્યારબાદ 2017 માં વાંસદા વિધાનસભામાંથી ઉભરી આવેલા યુવા નેતા એવા અનંત પટેલને કોંગ્રેસ પાર્ટી દ્વારા 2017 માં ટિકિટ આપવામાં આવી હતી તેમના સામે ભારતીય જનતા પાર્ટી દ્વારા ગણપત મહલાને ટિકિટ આપવામાં આવી હતી ત્યારે કોંગ્રેસના અનંત પટેલનો 18000 થી પણ વધુ જંગી બહુમતીથી વિજય થયો હતો.

2022થી ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટી દ્વારા ફરી એકવાર યુવા ચહેરા એવા વાસદા તાલુકામાં ફરજ બજાવતા નાયબ મામલતદાર પિયુષ પટેલને ટિકિટ આપવામાં આવી છે ત્યારે વાસદા વિધાનસભા ઉપર 2022માં ત્રિપાખ્યો જંગ યોજાશે ત્યારે 8 ડિસેમ્બરના રોજ માલુમ પડશે કોની હાર થશે અને કોને જીત થશે.

આ પણ વાંચો:ભાજપે પૂર્વ IPS પીસી બરંડાને ભિલોડાથી ટિકિટ ફાળવી

આ પણ વાંચો:ગુજરાતમાં મતદાનના અઠવાડિયામાં જ સૌથી વધુ લગ્નો, 1 અને 5 ડિસેમ્બરે મતદાન, તો 2 અને 4 ડિસેમ્બરે સૌથી વધુ લગ્નો

આ પણ વાંચો:ભાજપે જાહેર કરાયેલા 160 ઉમેદવારોમાંથી 38 સીટિંગ ધારાસભ્યોની ટિકિટ