Not Set/ ગુજરાતમાંથી પણ નિહાળી શકાશે પાકિસ્તાની બોર્ડર, કયું ગામ હશે ગુજરાતનું વાઘા જાણો

અમદાવાદઃ રાજ્ય સરકાર દ્વારા બનાસકાંઠાના સૂઈગામ પાસે પાકિસ્તાનને અડીને આવેલી સરહદે પંજાબના વાઘા બોર્ડરની જેવી જ ટૂરિસ્ટ સ્પોટ વિકસાવવા પ્લાનિંગ કરવામાં આવી રહ્યું છે. બનાસકાંઠાના સૂઇ ગામ નજીક નડાબેટમાં સરહદ દર્શન કેન્દ્ર ખોલવામાં આવશે. વાઘા બોર્ડર જેવી જ સુવિધાઓ અહીં ઉપલબ્ધ કરાવવામાં આવશે. તેવી જાહેરાત રણોત્સવ પ્રારંભે CM વિજય રુપાણીએ કરી હતી. વાઘા બોર્ડર પોઇન્ટની […]

Gujarat

અમદાવાદઃ રાજ્ય સરકાર દ્વારા બનાસકાંઠાના સૂઈગામ પાસે પાકિસ્તાનને અડીને આવેલી સરહદે પંજાબના વાઘા બોર્ડરની જેવી જ ટૂરિસ્ટ સ્પોટ વિકસાવવા પ્લાનિંગ કરવામાં આવી રહ્યું છે. બનાસકાંઠાના સૂઇ ગામ નજીક નડાબેટમાં સરહદ દર્શન કેન્દ્ર ખોલવામાં આવશે. વાઘા બોર્ડર જેવી જ સુવિધાઓ અહીં ઉપલબ્ધ કરાવવામાં આવશે. તેવી જાહેરાત રણોત્સવ પ્રારંભે CM વિજય રુપાણીએ કરી હતી. વાઘા બોર્ડર પોઇન્ટની જેમ જ તમામ સુવિધાઓથી સજ્જ ટુરિસ્ટ એટ્રેક્શન પોઇન્ટ બનાવાતાં સરદહ નિહાળવાનો રોમાંચ માણવા ગુજરાતીઓને પંજાબના વાઘા સુધી લાંબા નહીં થવું પડે.

પ્રવાસીઓનો આવરો થતાં નડાબેટ ગામ અને આસપાસના વિસ્તારોમાં રોજગાર વધવાની આશા પણ છે.
બનાસકાંઠાનો સરહદીય વિસ્તાર ઘણો પછાત અને લગભગ અછૂતો રહી ગયો છે ત્યારે આ પ્રકારની લોકપ્રિય ટુરિસ્ટ ડેસ્ટિનેશન વિકસાવવાની યોજના ગુજરાતીઓ અને ગુજરાત સરકાર બંને માટે સાનુકૂળ પડઘા પાડશે.