Not Set/ વડોદરા/ છેલ્લા 24 કલાકમાં કોરોના પોઝિટીવ 17 દર્દીઓએ ગુમાવ્યો જીવ

રાજ્યમાં કોરોના વાયરસનાં કેસ અટકવાનું નામ જ નથી લઇ રહ્યા, આવામાં વડોદરામાં સતત કોરોના તેનો કાળો કહેર વરસાવી રહ્યો છે. જણાવીએ કે શહેરમાં કોરોનાની સારવાર દરમિયાન આજે સંખેડાના 53 વર્ષના વેપારી સહિત 17 દર્દીઓએ કોરોનાનાં કારણે પોતાનો જીવ ગુમાવ્યો છે. તો બીજીબાજુ છેલ્લા 24  કલાકમાં વડોદરામાં 116 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે. આપને જણાવી દઈએ […]

Gujarat Vadodara
c90b3942c7529ed7697d7253ad41e481 1 વડોદરા/ છેલ્લા 24 કલાકમાં કોરોના પોઝિટીવ 17 દર્દીઓએ ગુમાવ્યો જીવ

રાજ્યમાં કોરોના વાયરસનાં કેસ અટકવાનું નામ જ નથી લઇ રહ્યા, આવામાં વડોદરામાં સતત કોરોના તેનો કાળો કહેર વરસાવી રહ્યો છે. જણાવીએ કે શહેરમાં કોરોનાની સારવાર દરમિયાન આજે સંખેડાના 53 વર્ષના વેપારી સહિત 17 દર્દીઓએ કોરોનાનાં કારણે પોતાનો જીવ ગુમાવ્યો છે. તો બીજીબાજુ છેલ્લા 24  કલાકમાં વડોદરામાં 116 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે.

આપને જણાવી દઈએ કે, સંખેડા ખાતે રહેતા ફર્નિચરના વેપારી સુનિલભાઇ રમેશભાઇ ખરાદી પાંચ છ દિવસ પહેલા વડોદરા આવ્યા હતા. તેઓની તબિયત ખરાબ થતા તેમણે એસએસજી હોસ્પિટલમાં કોરોનાના રિપોર્ટ કરાવ્યો હતો. જે પોઝિટીવ આવ્યો હતો. જે બાદ બુધવારે તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા અને સારવાર દરમિયાન આજે તેમનું મોત નીપજ્યું હતું.

આ ઉપરાંત વડોદરામાં કોરોનાની સારવાર માટે દાખલ દર્દીઓ પૈકી 16 દર્દીઓના મોત થયા હતા તે સાથે વડોદરામા છેલ્લા 24 કલાક દરમિયાન કોરોનાથી મોતનો આંકડો 17 થયો છે.

ઉલ્લેખીનીય છે કે, વડોદરામાં છેલ્લા 24 કલાકમાં  2355 સેમ્પલોમાંથી 116 કોરોના પોઝિટિવ દર્દીઓ મળી આવ્યા હતા. તે સાથે વડોદરામાં નોંધાયેલા પોઝિટિવ કેસની સંખ્યા 7576 પર પહોંચી ગયો છે.  

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FacebookTwitterInstagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરીશકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે  ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.