Not Set/ વડોદરા/ M.S.યુનિ.માં કોરોનાનો કહેર, વીસી અને રજિસ્ટ્રાર ઓફિસને વાગ્યા તાળા

  ગુજરાત રાજ્યમાં કોરોનાનો કહેર સતત વધી રહ્યો છે. ત્યારે હવે સ્થાનિક લેવલે પણ કોરોનનું સંક્રમણ વધી રહ્યું છે. તેવામાં વડોદરા ખાતે આવેલ MS M.S.યુનિમાં કોરોનનું સંક્રમણ વધી રહ્યું છે. વડોદરા શહેરની એમ.એસ. યુનિવર્સિટીમાં પ્રોફેસર અને કર્મચારીનો કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યા બાદ હવે કાઉન્સિલ ફોર એડવાન્સમેન્ટ એન્ડ સપોર્ટ ઓફ એજ્યુકેશનના ડીનનો આર.સી. પટેલનો કોરોનાનો રિપોર્ટ […]

Gujarat Vadodara
f3ed73b04b06990a223c0ef2ca0509b1 વડોદરા/ M.S.યુનિ.માં કોરોનાનો કહેર, વીસી અને રજિસ્ટ્રાર ઓફિસને વાગ્યા તાળા
 

ગુજરાત રાજ્યમાં કોરોનાનો કહેર સતત વધી રહ્યો છે. ત્યારે હવે સ્થાનિક લેવલે પણ કોરોનનું સંક્રમણ વધી રહ્યું છે. તેવામાં વડોદરા ખાતે આવેલ MS M.S.યુનિમાં કોરોનનું સંક્રમણ વધી રહ્યું છે. વડોદરા શહેરની એમ.એસ. યુનિવર્સિટીમાં પ્રોફેસર અને કર્મચારીનો કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યા બાદ હવે કાઉન્સિલ ફોર એડવાન્સમેન્ટ એન્ડ સપોર્ટ ઓફ એજ્યુકેશનના ડીનનો આર.સી. પટેલનો કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. ડીન આર.સી. પટેલ સહિત પરિવારના 4 સભ્ય પણ કોરોના સંક્રમિત થયા છે. ડીનનો રિપોર્ટ પોઝિટિવ આવતા ડિપાર્ટમેન્ટ બંધ કરી દેવામાં આવ્યું છે. એમ.એસ. યુનિવર્સિટીમાં અત્યાર સુધી અંદાજે 15 જેટલા કર્મચારી કોરોના સંક્રમિત થયા છે.

જેને લઈને M.S યુનિ.નાં વીસી અને રજિસ્ટ્રાર પણ ક્વોરોન્ટાઇન થયા છે. વાઇસ ચાન્સેલર પરિમલ વ્યાસ હોમ ક્વોરોન્ટાઇન થયાં છે તો યુનિ.નાં રજિસ્ટ્રાર કે.એમ.ચુડાસમા પણ ક્વોરોન્ટાઇન થયા છે. વીસી અને રજિસ્ટ્રાર ઓફિસનો સંપૂર્ણ સ્ટાફ પણ ક્વોરોન્ટાઇન કરવામાં આવ્યો છે. ત્રણ દિવસ માટે યુનિ.ની વીસી ઓફિસ બંધ કરાઇ છે.  જેને પગલે યુનિવર્સિટીના અન્ય કર્મચારીઓમાં ફફડાટ ફેલાયો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને Facebook, Twitter, Instagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરીશકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.