Not Set/ વલસાડમાં ફરી વખત ધોળે દિવસે લૂંટ વિથ મર્ડર, બે દિવસમાં બીજી ઘટનાથી હડકંપ

વલસાડમાં ફરી વખત ધોળે દિવસે લૂંટ વિથ મર્ડરની ઘટના બનવા પામી છે. બે દિવસમાં બીજી ધોળે દિવસે  લૂંટ વિથ મર્ડરની ઘટનાથી સમગ્ર પંથકમાં હડકંપ જોવામાં આવી રહ્યો છે. સામે આવેલી વિગતો પર નજર કરવામાં આવે તો, વલસાડના સેગવીમાં એક મકાનમાં માતા-પુત્રી પર થયો જીવલેણ હુમલો થયો. સારવાર દરમિયાન માતાનું મોત થયુ હતું અને પુત્રી ગંભીર રીતે ઘાયલ હોય મોત સામે […]

Gujarat Others
3e44c5d23ebc5dc2f72211e4e4fd62b5 વલસાડમાં ફરી વખત ધોળે દિવસે લૂંટ વિથ મર્ડર, બે દિવસમાં બીજી ઘટનાથી હડકંપ

વલસાડમાં ફરી વખત ધોળે દિવસે લૂંટ વિથ મર્ડરની ઘટના બનવા પામી છે. બે દિવસમાં બીજી ધોળે દિવસે  લૂંટ વિથ મર્ડરની ઘટનાથી સમગ્ર પંથકમાં હડકંપ જોવામાં આવી રહ્યો છે. સામે આવેલી વિગતો પર નજર કરવામાં આવે તો, વલસાડના સેગવીમાં એક મકાનમાં માતા-પુત્રી પર થયો જીવલેણ હુમલો થયો. સારવાર દરમિયાન માતાનું મોત થયુ હતું અને પુત્રી ગંભીર રીતે ઘાયલ હોય મોત સામે લડી રહી છે. 

ધોળે દિવસે અજાણ્યા શખ્શો ઘરમાં ઘૂસી લૂંટ ચલાવી ફરાર થયા હોવાના પડોશીઓ દ્વારા નિવેદાન આપવામાં આવ્યો છે. આપને જણાવી દઇએ કે, વલસાડ જિલ્લામાં બે દિવસમાં લૂંટ વિથ મર્ડરની આ બીજી ઘટના છે. ઉલ્લેખનીય છે કે, ગઈ કાલે ભૂતસરમાં વુદ્ધ દંપતી પર જીવલેણ હુમલો કરી વૃદ્ધાની હત્યા કરી લૂંટ ચલાવવામાં આવી હતી. ઘટનાની ખુની શાહી સુકાઇ તે પૂર્વે જ આ ઘટના ઘાટ લેતા જીલ્લામાં હાહાકોર મચી જવા પામ્યો છે. 

ઉપરા છપરી ઘરમાં ઘૂસી લૂંટ ચલાવી ફરાર થઇ જતી ટોળકી દ્વારા લૂંટ વિથ મર્ડરની ઘટનાઓમાં કોઇ પુરુષ ન હોય અને ઘરે એકલા હોય તેવા ઘરોનાં લોકોને નિશાન બનવવામાં આવતા હોય તેવું સામે આવી રહ્યું છે ત્યારે પોલીસ પણ આ ઘટનાથી સફાળી જાગી છે અને વલસાડ જિલ્લા પોલીસના ઉચ્ચ અધિકારીઓનો કાફલો ઘટનાસ્થળે પહોંચી તપાસનો ધમધમાટ સંભાળી રહ્યો છે.  ઘટનાની ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરવા પોલીસે તમામ દિશામાં તપાસ તેજ કરી છે. 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FaceBook, Twitter, Instagram અને YouTubeપર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે  ડાઉનલોડ કરો “Mantavya News ની નવી મોબાઇલ એપ્લિકેશન….

ક્લિક કરો આ લીંક પર અને તમે પણ જોડાવ દેશને અત્મનિર્ભર કરવાનાં આ અભિયાનમાં #Boycott_China, #Mantavyanews