Not Set/ વસુદેવ કુટંબકમ્ જ કોરોનાનો રામબાણ ઇલાજ : WHO મહાનિદેશક ટ્રેડોસે પણ સ્વીકાર્યું

ભારતીય રુષિ પરંપરા અનાદી કાળથી સનાતન સત્ય સમાન છે. ભારત પહેલાથી જ કહેતુ આવ્યું છે કે કોઇ પણ મહાસંકટ કે મુસીબત હોય તેને સૌનાં સાથ સાથે જ હરાવી શકાય. કોરોના જેવી મહામારીને એકલા હાથે ડામવી મુશ્કેલ જ નહી પરંતુ નામુમકીન છે. ભારતનાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિશ્વ ફલક પર ના પહેલા રાજનેતા હતા કે જેમણે કોરોના […]

World
5f79bb84beb4206ce4b8a2dfcee1d2e0 વસુદેવ કુટંબકમ્ જ કોરોનાનો રામબાણ ઇલાજ : WHO મહાનિદેશક ટ્રેડોસે પણ સ્વીકાર્યું

ભારતીય રુષિ પરંપરા અનાદી કાળથી સનાતન સત્ય સમાન છે. ભારત પહેલાથી જ કહેતુ આવ્યું છે કે કોઇ પણ મહાસંકટ કે મુસીબત હોય તેને સૌનાં સાથ સાથે જ હરાવી શકાય. કોરોના જેવી મહામારીને એકલા હાથે ડામવી મુશ્કેલ જ નહી પરંતુ નામુમકીન છે. ભારતનાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિશ્વ ફલક પર ના પહેલા રાજનેતા હતા કે જેમણે કોરોના સામે વિશ્વભરને એક થઇને લડવા હાકલ કરી હતી.

આજે ભારતની વસુદેવ કુટંબકમ્ ની ભાવના અને સિદ્ધાંતને વિશ્વ પણ માનવા મજબૂર થયુ છે, જી હા, વિશ્વ સ્વાસ્થ્ય સંગઠનનાં મહાનિદેશક ટ્રેડોસ અધનોમ ઘેબ્રેયસે પણ આ સિદ્ધાંતને સર્વપરી ગણાવી સમગ્ર વિશ્વને એકજુટ થઇને કોરોના સામે લડી અને જીતી શકાવાની ભારતની વાતને સમર્થન આપ્યું છે. 

ઘેબ્રેયસે વિશ્વ આખાને એકતા રાખીને કોવિડ- 19ને હરાવવાનો આહ્વાન કર્યો છે. ઘેબ્રેયસે ભારપૂર્વક કહ્યું છે કે એકતા જ કોરોના વાયરસનો રામબાણ ઈલાજ છે. ઘેબ્રેયસે કહ્યું કે કોવિડ-19 સમગ્ર વિશ્વ માટે પડકાર છે. સાથે જ દુનિયા માટે એક સમાન ભવિષ્ય રચવાની સારી તક પણ કોરોના દ્વારા જ નિર્માણ થઇ છે. આ વાત ઘેબ્રેયસે યુરોપીયન આયોગ દ્વારા આયોજિત કોવિડ- 19ની વૈશ્વિક પ્રતિક્રિયાના આંતરરાષ્ટ્રીય સંમ્મેલનમાં કહી હતી. આ પ્રસંગે ઘેબ્રેયસે કોરોના સામેની વૈશ્વિક લડાઇ માટે 7.4 અરબ યૂરોનોનાં દાન એકત્રીત કરવાની પણ સરાહના કરી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે ડાઉનલોડ કરો મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન