Not Set/ વારાણસી/ દેશમાં વધતી ગરમીને જોતા બાબા બટુક ભૈરવનાં દરબારમાં ચઢાવવામાં આવી કોલ્ડ્રીક્સ

દેશમાં એક તરફ કોરોના અને બીજી તરફ ગરમીનો પ્રકોપ, આ બન્ને વચ્ચે સામાન્ય માણસ પીસાઇ રહ્યો છે. જો કે હવે સામાન્ય માણસો જ નહીં, હવે ગરમીએ ભગવાનને પણ જાણે પરેશાન કરી દીધા છે. જી હા, તમે સાચુ વાંચી રહ્યા છો. ઉનાળાની ગરમી જોઇને વારાણસીમાં ભક્તો ભગવાનને ઠંડા પીણા અર્પણ કરી રહ્યા છે. એટલું જ નહીં, […]

India
bbb2379fe64a560f197974209f9ee39e 1 વારાણસી/ દેશમાં વધતી ગરમીને જોતા બાબા બટુક ભૈરવનાં દરબારમાં ચઢાવવામાં આવી કોલ્ડ્રીક્સ

દેશમાં એક તરફ કોરોના અને બીજી તરફ ગરમીનો પ્રકોપ, આ બન્ને વચ્ચે સામાન્ય માણસ પીસાઇ રહ્યો છે. જો કે હવે સામાન્ય માણસો જ નહીં, હવે ગરમીએ ભગવાનને પણ જાણે પરેશાન કરી દીધા છે. જી હા, તમે સાચુ વાંચી રહ્યા છો. ઉનાળાની ગરમી જોઇને વારાણસીમાં ભક્તો ભગવાનને ઠંડા પીણા અર્પણ કરી રહ્યા છે. એટલું જ નહીં, એર કંડિશનર પંખાની પણ વ્યવસ્થા કરવામાં આવી રહી છે. આવું દૃશ્ય ધર્મની નગરી કાશીમાં જોવા મળ્યું હતું.

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, બાબા બટુક ભૈરવનું મંદિર, ભગવાન શિવનાં આઠ સ્વરૂપોમાંથી એક, વારાણસી જિલ્લામાં સ્થિત છે. લોકડાઉન દરમિયાન મંદિર સામાન્ય ભક્તો માટે બંધ છે, પરંતુ મંદિરનાં સેવકો અને પુજારીઓ કોલ્ડડ્રિંક્સ અને ચોકલેટ અર્પણ કરી રહ્યા છે. આવું એટલા માટે થઈ રહ્યું છે કારણ કે તેઓ માને છે કે ગરમી ચરમસીમાએ છે અને વારાણસીમાં તાપમાન 45 ડિગ્રી સેલ્સિયસ ઉપર પહોંચી ગયું છે. બાબા બટુક ભૈરવ દરબારનાં એક સેવક વિશ્વજીત બાગચીએ જણાવ્યું હતું કે, બાબા બટુક ભૈરવ માટે એર કંડિશનર, પંખો અને એક્ઝોસ્ટ ફેન લગાવવામાં આવ્યા છે. આ દિવસોમાં બનારસનું તાપમાન 45 ડિગ્રીએ પહોંચી ગયું છે. જેના કારણે તમામ મંદિરોમાં ઠંડકની વ્યવસ્થા કરવામાં આવી છે.

લોકડાઉનને કારણે મંદિરો બંધ છે, પરંતુ બાબાની સેવા મંદિરનાં મહંત અને થોડી રાહત મળ્યા બાદ મંદિરે આવતા સેવકો દ્વારા કરવામાં આવી રહી છે. બાબા બટુક ભૈરવ શિવજીનું બાળ સ્વરૂપ છે અને તેને ઇંડા, માંસ, માછલી અને આલ્કોહોલનો પણ ભોગ ચઢાવવામાં આવે છે. જેમ સામાન્ય દિવસોમાં ભક્તો દ્વારા ચોકલેટ અને ટોફી ચઢાવવામાં આવે છે, ઉનાળામાં બટુક ભૈરવને કોલ્ડડ્રિંક્સ ચઢાવવામાં આવે છે. જો કે આ ગરમીમાં દર વખતે કરવામાં આવે છે જેથી બાબાને ગરમી ન લાગે અને તે તેમના આશીર્વાદો જાળવી રાખે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FacebookTwitterInstagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે  ડાઉનલોડ કરો “MantavyaNews ની નવી મોબાઇલ એપ્લિકેશન.