Not Set/ વાહ રે વહીવટ તંત્ર વાહ..! સુરત ખાલી થઇ ગયું પછી સરકાર દ્વારા હીરા ઉદ્યોગ ખોલવા આપવામાં આવી મંજૂરી..!!

દેશ સહિત ગુજરાતમાં કોરોનાના કારણે લોકડાઉન આપવાની સાથે સાથે લોકડાઉનમાં તબક્કા વાર વધારવામાં પણ કરવામાં આવ્યો. લોકડાઉનમાં લાખો લોકો જે રોજીરોટીની ખોજમાં પારકા ગામ હતા તે ફસાયા, રાજગાર – ધંધો બંધ થયા, ખાવાના પણ ફાંફા થવા લાગતા શ્રમિકો પોતાના માદરે વતનની વાટ પકડી. લાખ મહેનત અને મનફાવે તેવા ભાડા ચૂકવી શ્રમીકો પોતાના વતનમાં પહોંચ્યા. હજારો લોકો શહેરમાં અને […]

Gujarat Surat
95856ae6e1e36f16e217e5752cc4670e વાહ રે વહીવટ તંત્ર વાહ..! સુરત ખાલી થઇ ગયું પછી સરકાર દ્વારા હીરા ઉદ્યોગ ખોલવા આપવામાં આવી મંજૂરી..!!

દેશ સહિત ગુજરાતમાં કોરોનાના કારણે લોકડાઉન આપવાની સાથે સાથે લોકડાઉનમાં તબક્કા વાર વધારવામાં પણ કરવામાં આવ્યો. લોકડાઉનમાં લાખો લોકો જે રોજીરોટીની ખોજમાં પારકા ગામ હતા તે ફસાયા, રાજગાર – ધંધો બંધ થયા, ખાવાના પણ ફાંફા થવા લાગતા શ્રમિકો પોતાના માદરે વતનની વાટ પકડી. લાખ મહેનત અને મનફાવે તેવા ભાડા ચૂકવી શ્રમીકો પોતાના વતનમાં પહોંચ્યા. હજારો લોકો શહેરમાં અને શહેર સાથે જોયેલા પોતાના સપના રોળી પાછા માદરે વતન આવી ગયા ભલે ખાવા પુરતુ ન મળે પણ કોઇક આપણુુ તો નજીક હોય ને. મહાનગરો ખાલી થઇ ગયા. 

લોકો અને ખાસ કરી ને ટકનુ કમાઇને ટકનું ખાતા લોકો લોકડાઉનમાં, આજે ધંધો ખુલસે અને કાલે ધંધો-રોજગાર ઘમકતા થશે ની વાટ 44 – 44 દિવસથી જોતા અને આશાની કિરણ સાથે સરકાર સામે તાકતા રહ્યા, પરંતુ કોઇ સારા વાવળ ન મળ્યા. સરકારે અને તંત્ર એ પણ વાહ તંત્ર વાહ એવુ ઝહેનમાંથી નીકળી આવે તેવો નિર્ણય આજે લીધો છે. જી હા સરકાર દ્વારા ઘોડા વછુટ્યા પછી તબેલાને તાળા જેવો નિર્ણય સુરત અને સુરતનાં હીરા ઉદ્યોગ પર નભતા લાખો કારીગરો માટે લીધો છે. 

કોરોના વાયરસને પગલે સુરત સીટીમાં પોઝિટિવ કેસોની સંખ્યા વધી રહી હતી. જેમાં સંપૂણ લોકડાઉનની અમલવારી ચાલતી હતી. તેમાં કેટલાક વ્યાપારીઓ અને રત્નકલાકારોની રોઝીરોટી પર માંથી અસર પડી રહી હતી. જેને પગલે આજે આજથી સુરતના એન્ટવર્પ ખાતે આવેલા હીરા બજાર ખોલવાની પરવાનગી મળી છે. સુરતનું  એન્ટવર્પ હીરા ઉદ્યોગનું સૌથી મોટું હબ ગણવામાં આવે છે. ત્યાં 600 જેટલી ડાયમંડ ટ્રેડિંગ ઓફિસો આવેલી છે.તેમને ખોલવાની મંજૂરી મળી છે. સુરતના હીરા ઉદ્યોગ ધમધમતો રાખવામાં એન્ટવર્પનો મોટો ફાળો રહ્યો છે. લોકડાઉમ દરમિયાન પણ અહીંના વિસ્તારમાંથી હોંગકગમાં 3000 કરોડના હીરા એક્સપોર્ટ થયા હોવાનું જાણવા મળે છે. બીજી તરફ ચીન દ્રારા પણ જેમ્સ એન્ડ જવેલરીનો વ્યાપાર શરૂ કર્યો છે. જયારે  સીંગાપુરે 1 જૂન થી ડાયમંડ વેપાર શરૂ કરવાની મંજૂરી આપી છે. હવે સુરતના એન્ટવર્પ બજાર ખુલતા ચીન સિંગાપુર સહીતના વેપાર શરૂ થતા હીરા ઉદ્યોગકારોને મોટી રાહત મળી રહેશે.

શું આ નિર્ણય ખરેખ સમયસર લીધેલો લોકો માટે નો નિર્ણય કહેવાય?  શુ આ નિર્ણયથી હીરઘસુઓ ખુશ થઇ ગયા છે? શું હવે કોઇ સુરતમાં હીરાઘસુ છે પણ ખરા કે બધા વતન પહોંચી ગયા? આવા અનેક સવાલો લોકોના મનમાં ઉઠી રહ્યા છે. પણ લોક મનમાં હોવાથી પ્રશ્નનો જવાબ ક્યાં આપવાનો છે…

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે ડાઉનલોડ કરો મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન