Not Set/ વિધાનસભાના બજેટ સત્રનો આજથી પ્રારંભ, સત્ર તોફાની રેહવાના એઘાંણ

ગાંધીનગરઃ  આજે ગુજરાત વિધાનસભાનું બજેટ સત્રનો પ્રારંભ રાજ્યપાલ ઓપી કોહલીના ભાષણ સાથે થશે. રાજ્યના બજેટ મંગળવારે રજુ થશે. આ બજેટ નલિયા દુષ્કર્મ કાંડન લઇને ઉગ્ર બનાવાના એંધાણ પહેલેથી જ વર્તાય રહ્યા છે. આજે કૉંગ્રેસ દ્વારા વિધાનસભાનો ઘેરાવો કરવામાં વનાર છે. નલિયાથી નિકળેલી બેટી બચાવ યાત્રા ગાંધીનગર પહોંચીને વિધાનસભાનો ઘેરવો કરશે. આજે પ્રારંભ થનાર વિધાનસભા સત્રમાં […]

Uncategorized
gandhinagarvidhansabha વિધાનસભાના બજેટ સત્રનો આજથી પ્રારંભ, સત્ર તોફાની રેહવાના એઘાંણ

ગાંધીનગરઃ  આજે ગુજરાત વિધાનસભાનું બજેટ સત્રનો પ્રારંભ રાજ્યપાલ ઓપી કોહલીના ભાષણ સાથે થશે. રાજ્યના બજેટ મંગળવારે રજુ થશે. આ બજેટ નલિયા દુષ્કર્મ કાંડન લઇને ઉગ્ર બનાવાના એંધાણ પહેલેથી જ વર્તાય રહ્યા છે. આજે કૉંગ્રેસ દ્વારા વિધાનસભાનો ઘેરાવો કરવામાં વનાર છે. નલિયાથી નિકળેલી બેટી બચાવ યાત્રા ગાંધીનગર પહોંચીને વિધાનસભાનો ઘેરવો કરશે.

આજે પ્રારંભ થનાર વિધાનસભા સત્રમાં 31 મર્ચ સુધી ચાલશે જેમા 14 જેટલા વિધેયક અને કેગનો અહેવાલ રજૂ કરવામાં આવશે.

આજે બપોરે 12 કલાકે રાજ્યપાલ ઓ પી કોહલીના સંબોધનથી ગુજરાત વિધાનસભાના બજેટ સત્રની શરૂઆત થશે, જેમાં આવતીકાલે રાજ્યનું બજેટ રજૂ કરાશે, બજેટમાં 14 જેટલા સરકારી વિધેયકો રજુ કરાશે, સૌથી પહેલા આદિવાસી યુનિવર્સીટીની સ્થાપના માટેનું વિધેયક રજૂ કરાશે, ખાનગી શાળાઓમાં ફી નિયંત્રણ માટેની સમિતીની રચના કરવામાં આવશે, સરકારી યોજના માટે આધારકાર્ડ ફરજિયાત બનાવતું વિધેયક રજુ કરાશે, ગૌ હત્યાને રોકવા સજા અને દંડની જોગવાઇ માટેનું વિધેયક, હુક્કાબાર પર પ્રતિબંધ માટે સુધારા વિધેયક રજુ કરી શકે છે.

આ સિવાય માનવ અધિકાર અને મહિલા આયોગ સહિત વિવિધ બોર્ડ કોર્પોરેશનની કામગીરીના લેખાજોખા સાથે વાર્ષિક વહીવટી અહેવાલો પણ રજૂ કરાશે.