Not Set/ સત્યેન્દ્ર જૈનનો કોરોના ટેસ્ટ નેગેટીવ, તાવ અને શ્વાસ લેવાની તકલીફને કારણે હોસ્પિટલમાં એડમિટ

દિલ્હીના આરોગ્ય પ્રધાન સત્યેન્દ્ર જૈન માટે રાહતના સમાચાર છે. તેમનો કોરોના ટેસ્ટ નેગેટિવ આવ્યો છે. હાલમાં, તેઓ રાજીવ ગાંધી સુપરસ્પેશિયાલિટી હોસ્પિટલમાં દાખલ છે. તાવ અને શ્વાસ લેવામાં તકલીફની ફરિયાદ બાદ તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. તેમનામાં કોરોના વાયરસના સંક્રમણની આશંકા વ્યક્ત કરવામાં આવી હતી, પરંતુ હવે તેમનો કોરોના રિપોર્ટ નેગેટિવ આવ્યો છે. જો કે, […]

Uncategorized
461e683bea992d60c5da0b6098db5c1f 1 સત્યેન્દ્ર જૈનનો કોરોના ટેસ્ટ નેગેટીવ, તાવ અને શ્વાસ લેવાની તકલીફને કારણે હોસ્પિટલમાં એડમિટ

દિલ્હીના આરોગ્ય પ્રધાન સત્યેન્દ્ર જૈન માટે રાહતના સમાચાર છે. તેમનો કોરોના ટેસ્ટ નેગેટિવ આવ્યો છે. હાલમાં, તેઓ રાજીવ ગાંધી સુપરસ્પેશિયાલિટી હોસ્પિટલમાં દાખલ છે. તાવ અને શ્વાસ લેવામાં તકલીફની ફરિયાદ બાદ તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. તેમનામાં કોરોના વાયરસના સંક્રમણની આશંકા વ્યક્ત કરવામાં આવી હતી, પરંતુ હવે તેમનો કોરોના રિપોર્ટ નેગેટિવ આવ્યો છે. જો કે, તેમને હજી પણ તાવ છે.

પ્રાપ્ત માહિતી અનુસાર સોમવારે મોડી રાત્રે જૈનને શ્વાસ લેવામાં તકલીફ પડી હતી. ત્યારબાદ તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. સત્યેન્દ્ર જૈનને રાત્રે 2 વાગ્યે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા અને ત્યારબાદ કોરોના વાયરસના લક્ષણો જોઇને કોરોના ટેસ્ટ કરવમાં આવ્યો હતો. શ્વાસ લેવામાં તકલીફ હોવાને કારણે તેમને ઓક્સિજન પણ આપવામાં આવ્યું હતું.

જ્યારે જૈનની તબિયત લથડી ત્યારે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે ટ્વિટ કરીને તેમને ઝડપથી સ્વસ્થ થવાની શુભેચ્છા પાઠવી છે. સીએમ કેજરીવાલે ટ્વિટમાં લખ્યું છે કે, “તમારા સ્વાસ્થ્યની સંભાળ લીધા વિના તમે દિવસની 24 કલાક લોકસેવામાં રોકાયેલા છો. કાળજી લો અને જલ્દી સ્વસ્થ થઇ જાવ.”

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FacebookTwitterInstagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે  ડાઉનલોડ કરો “MantavyaNews ની નવી મોબાઇલ એપ્લિકેશન.