Not Set/ સર ગંગારામ હોસ્પિટલનાં વાઇસ પ્રેસિડેન્ટે કેરોનાને લઇને આપી ચેતવણી, કહ્યુ- જુલાઈની શરૂઆતમાં…

ભારતમાં કોરોના વાયરસનો પ્રકોપ ઝડપથી વધી રહ્યો છે આ દરમિયાન લોકડાઉન હળવા થવાના કારણે ચેપની ગતિ પણ વધતી જોવા મળી રહી છે. દેશમાં કોરોના વાયરસ રોગચાળાનાં સંકટ પર વાત કરતાં દિલ્હીની સર ગંગા રામ હોસ્પિટલનાં વાઇસ પ્રેસિડેન્ટ ડૉ.એસ.પી. બ્યોત્રાએ કેટલાક આશ્ચર્યજનક દાવા કર્યા હતા. તેમણે જણાવ્યું હતું કે, “જુલાઇની શરૂઆતમાં અથવા મધ્યમાં અથવા સંભવતઃ ઓગસ્ટમાં […]

India
3e3c8c629d009b31124dcd15727367d7 1 સર ગંગારામ હોસ્પિટલનાં વાઇસ પ્રેસિડેન્ટે કેરોનાને લઇને આપી ચેતવણી, કહ્યુ- જુલાઈની શરૂઆતમાં...

ભારતમાં કોરોના વાયરસનો પ્રકોપ ઝડપથી વધી રહ્યો છે આ દરમિયાન લોકડાઉન હળવા થવાના કારણે ચેપની ગતિ પણ વધતી જોવા મળી રહી છે. દેશમાં કોરોના વાયરસ રોગચાળાનાં સંકટ પર વાત કરતાં દિલ્હીની સર ગંગા રામ હોસ્પિટલનાં વાઇસ પ્રેસિડેન્ટ ડૉ.એસ.પી. બ્યોત્રાએ કેટલાક આશ્ચર્યજનક દાવા કર્યા હતા.

તેમણે જણાવ્યું હતું કે, “જુલાઇની શરૂઆતમાં અથવા મધ્યમાં અથવા સંભવતઃ ઓગસ્ટમાં આપણે રોગચાળોનો સૌથી વધુ ફેલાવો જોઈ શકીએ છીએ, ઉપરાંત રોગચાળાની રસીઓ આવતા વર્ષનાં પ્રથમ ત્રણ મહિના સુધી આવવાની સંભાવનાઓ પણ ઓછી છે.” સર ગંગારામ હોસ્પિટલનાં વાઇસ ચેરમેન ડો.એસ.પી. બ્યોત્રાનાં નિવેદન પછી કોરોના વાયરસને જલ્દી હરાવવાની આશાને મોટો આંચકો લાગ્યો છે. ડૉ.એસપી બ્યોત્રાનાં જણાવ્યા મુજબ, આપણે હજી કોરોના વાયરસથી લાંબી લડાઈ લડવાની બાકી છે.

મીડિયા સાથે વાત કરતાં તેમણે કહ્યું કે, જુલાઈનાં મધ્યમાં અથવા ઓગસ્ટ સુધીમાં કોરોના વાયરસ ચરમસીમાએ પહોંચી શકે છે. આ તે સમયગાળો હશે જ્યારે રોગચાળો તેના સૌથી ખરાબ સ્વરૂપમાં હશે. ઉપરાંત, મને નથી લાગતું કે કોરોના રસી આવતા વર્ષનાં પ્રથમ ક્વાર્ટર સુધીમાં આવી જશે. નોંધપાત્ર વાત એ છે કે દેશમાં કોરોના વાયરસથી સંક્રમિત દર્દીઓની સંખ્યા ત્રણ લાખનાં આંકડાને સ્પર્શવાની ખૂબ જ નજીક છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FacebookTwitterInstagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે  ડાઉનલોડ કરો “MantavyaNews ની નવી મોબાઇલ એપ્લિકેશન.