Not Set/ સસ્તા ક્રૂડ તેલની ખરીદી કરીને ભારત ૩.20 કરોડ ટન તેલના ભંડાર ભર્યા

 પેટ્રોલિયમ પ્રધાન ધર્મેન્દ્ર પ્રધાને સોમવારે કહ્યું હતું કે, વૈશ્વિક બજારમાં ક્રૂડ તેલના ઘટાડેલા ભાવનો લાભ લઇને ભારતે તેની ભૂગર્ભ તેલ ભંડારો, ટાંકી, પાઇપલાઇન્સ અને જહાજોમાં 3 કરોડ 2૦લાખ ટન ક્રૂડ તેલ સંગ્રહિત કર્યું છે. નોધનીય છે કે, ભારત વિશ્વનો ત્રીજો સૌથી મોટો તેલ આયાત કરતો દેશ છે. ભારત તેની જરૂરિયાતોને પહોંચી વળવા 85% પૂર્તિ આયાત […]

World
8a4d747e80a2e8a3e88910ca8d132e48 સસ્તા ક્રૂડ તેલની ખરીદી કરીને ભારત ૩.20 કરોડ ટન તેલના ભંડાર ભર્યા

 પેટ્રોલિયમ પ્રધાન ધર્મેન્દ્ર પ્રધાને સોમવારે કહ્યું હતું કે, વૈશ્વિક બજારમાં ક્રૂડ તેલના ઘટાડેલા ભાવનો લાભ લઇને ભારતે તેની ભૂગર્ભ તેલ ભંડારો, ટાંકી, પાઇપલાઇન્સ અને જહાજોમાં 3 કરોડ 2૦લાખ ટન ક્રૂડ તેલ સંગ્રહિત કર્યું છે.

નોધનીય છે કે, ભારત વિશ્વનો ત્રીજો સૌથી મોટો તેલ આયાત કરતો દેશ છે. ભારત તેની જરૂરિયાતોને પહોંચી વળવા 85% પૂર્તિ આયાત થી પૂરી કરે છે. કોવિડ -19 દરમિયાન પડકારોના પ્રભાવને ઘટાડવા અંગેના ફેસબુક વાર્તાલાપમાં, પ્રધાને કહ્યું કે કોરોના વાયરસની અસરોને રોકવા માટે લોકડાઉન કરવામાં આવ્યું હોવાથી આખા વિશ્વમાં તેલની માંગ જાને કે ખતમ જ થઇ ગઈ છે. ઉર્જા ક્ષેત્રની અભૂતપૂર્વ પરિસ્થિતિ છે. આવી સ્થિતિ પહેલા ક્યારેય નહોતી જોઈ.

તેમણે કહ્યું કે આ સ્થિતિને કારણે વિશ્વ બજારમાં ક્રૂડ ઓઇલની કિંમતોમાં ઘટાડો થયો હતો, અને એક સમય એવો હતો જ્યારે યુએસ માર્કેટમાં ભાવ નકારાત્મક રેન્જમાં જતા હતા. પ્રધાને કહ્યું કે ભારત આ સ્થિતિનો લાભ તેના તેલ ભંડારને ફરીથી ભરવા માટે લઈ રહ્યો છે જેથી તેનો ઉપયોગ પછીથી કરી શકાય.

તેમણે કહ્યું કે સાઉદી અરેબિયા, યુએઈ અને ઇરાક પાસેથી ક્રૂડ ઓઇલની ખરીદીથી 53.30 લાખ ભૂગર્ભ તેલ ભંડારોને ભરવામાં સફળતા મળી છે. જયારે 70 લાખ ટન તેલ ફ્લોટિંગ જહાજોમાં રાખવામાં આવ્યું છે. તેવી જ રીતે, દેશના ભૌગોલિક સ્થાન ડેપો અને ટાંકી, રિફાઇનરી પાઇપલાઇન્સ અને પ્રોડક્ટ ટેન્કમાં 250 મિલિયન ટન તેલ ભરવામાં આવ્યું છે.

તેમણે કહ્યું કે સંગ્રહિત આ તેલ દેશની કુલ માંગના 20 ટકા જેટલું છે. ભારત તેની કુલ જરૂરિયાતના  85 ટકા તેલની આયાત કરે છે. તેની ઓઇલ રિફાઇનરીઓમાં 65 દિવસના ક્રૂડ ઓઇલનો સંગ્રહ છે.

તેમણે કહ્યું હતું કે તેલની કિંમતોમાં ઘટાડો ભારતના આયાત બિલને ઘટાડશે, જ્યારે કોરોના વાયરસ ના લોકડાઉનને કારણે વપરાશમાં ઘટાડાની અસર કેન્દ્ર અને રાજ્ય સરકારની આવકમાં જોવા મળી શકે છે.

ઇમરજન્સી સ્ટોરેજ તરીકે સરકાર દ્વારા સરકારી તેલ કંપનીઓમાં 53 લાખ ટન તેલ રાખવામાં આવ્યું છે. આનાથી ભારતને તેની તેલની જરૂરિયાતો 9.5 દિવસ સુધી પહોંચી શકે છે. સરકાર દ્વારા રચિત આ કંપનીઓ કર્ણાટકના મંગલુરૂ અને પાદુર અને આંધ્રપ્રદેશના વિશાખાપટ્ટનમની ભૂગર્ભ ગુફાઓમાં સ્થિત છે. આ ઉપરાંત, પાઇપલાઇન્સમાં કેટલીક સંગ્રહ ક્ષમતા પણ છે.

અગાઉ, જ્યારે તેલના ભાવોમાં 20 ડોલર નો ઘટાડો થયો હતો, ત્યારે મંગલુરૂ અને પાદુરની તેલ સંગ્રહ ટાંકી અડધી ખાલી હતી. પરંતુ હવે તેઓ સાઉદી અરેબિયા, યુએઈ અને ઇરાકથી તેલ ખરીદીને ભરાઈ ગયા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને Facebook, Twitter, Instagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.