Not Set/ સાવધાન ! વીડિયો કોલિંગ એપ ZOOM વાપરતા હોય તો ચેતી જજો નહીં તો…

દેશમાં કોરોના વાયરસનો કહેર સતત વધી રહ્યો છે, જેના કારણે ભારતમાં લોકડાઉન લાગુ કરવામાં આવ્યું છે. આ કારણે અનેક સેકટરોમાં કામકાજ બંધ રાખવામાં આવ્યું છે, જેથી વર્ક ફ્રોમ હોમ લોકો કામકાજ કરી રહ્યા છે.. આ સમયમાં એકબીજા સાથે જોડાવા માટે વીડિયો કૉલનો ઉપોયગ લોકો કરી રહ્યા છે, ત્યારે વીડિયો કોલિંગ, કોન્ફરન્સિંગ એપ ZOOM ખુબ લોકપ્રિય બની […]

India

દેશમાં કોરોના વાયરસનો કહેર સતત વધી રહ્યો છે, જેના કારણે ભારતમાં લોકડાઉન લાગુ કરવામાં આવ્યું છે. આ કારણે અનેક સેકટરોમાં કામકાજ બંધ રાખવામાં આવ્યું છે, જેથી વર્ક ફ્રોમ હોમ લોકો કામકાજ કરી રહ્યા છે.. આ સમયમાં એકબીજા સાથે જોડાવા માટે વીડિયો કૉલનો ઉપોયગ લોકો કરી રહ્યા છે, ત્યારે વીડિયો કોલિંગ, કોન્ફરન્સિંગ એપ ZOOM ખુબ લોકપ્રિય બની છે, પરંતુ આ એપને લઈ જે સમાચાર સામે આવ્યા છે, જેને લઈ તમારે સાવધાન થવું પડશે.

ZOOM એપને લઇ કેન્દ્રીય ગૃહ મંત્રાલય તરફથી એક એડવાઈઝરી જાહેર કરવામાં આવી છે.આ એડવાઈઝરીમાં જણાવવામાં આવ્યું છે કે, આ એપ સુરક્ષિત નથી, તેવામાં લોકો આનો સાવધાનીથી ઉપયોગ કરે. 
ગૃહ મંત્રાલયે જણાવ્યું કે, લોકો જો ZOOM એપ વાપરતા હોય તો તો કેટલીક મહત્વની વાતોનું ધ્યાન રાખે. સતત પાસવર્ડ બદલતા રહો, કોન્ફરન્સ કૉલમાં કોઇને મંજૂરી આપવામાં સતર્કતા રાખો. આ પહેલા કેન્દ્ર સરકાર દ્વારા 6 ફેબ્રુઆરી, 30 માર્ચે આને લઇને માહિતી આપી હતી, તેવામાં લોકોએ આ એપ અંગે સતર્ક રહેવાની જરૂર છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને Facebook, Twitter, Instagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.