કાર્નેશન ઓટો ઇન્ડિયાનાં ડિરેક્ટર અને મારૂતિનાં ભૂતપૂર્વ એમડી જગદીશ ખટ્ટરને સીબીઆઈ તરફથી મોટો ઝાટકો મળ્યો છે. સીબીઆઈએ મંગળવારે કાર્નેશન ઓટો ઇન્ડિયા કંપની, જગદીશ ખટ્ટર અને અન્ય અજાણ્યા લોકો સામે વિશ્વાસઘાત, છેતરપિંડી અને ભ્રષ્ટાચાર હેઠળ એફઆઈઆર નોંધી હતી. જણાવી દઈએ કે ખટ્ટર પર 110 કરોડનાં કૌભાંડનો આરોપ છે, આ કૌભાંડ તેમની કંપની કાર્નેશન ઓટો ઇન્ડિયા સાથે સંબંધિત છે.
સીબીઆઈએ મારૂતિનાં પૂર્વ એમડી જગદીશ ખટ્ટર અને તેમની કંપની વિરુદ્ધ પંજાબ નેશનલ બેંકમાં રૂ. 110 કરોડનાં કૌભાંડનાં આરોપમાં એફઆઈઆર નોંધી છે. જણાવી દઈએ કે જગદીશ ખટ્ટર 1993 થી 2007 સુધી મારુતિમાં એમડી તરીકે કામ કરતા હતા.
સીબીઆઈએ કહ્યું કે, મારૂતિથી નિવૃત્ત થયા બાદ ખટ્ટરે તેમની કંપની, કાર્નેશન ઓટો ઇન્ડિયા શરૂ કરવા માટે 2009 માં બેંક પાસેથી 170 કરોડ રૂપિયાની લોન લીધી હતી. એફઆઈઆરમાં જણાવાયું છે કે, 2015 માં, લોનને બિન-પરફોર્મિંગ એસેટ જાહેર કરવામા આવી હતી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.