Not Set/ સુનિતા યાદવનો સો.મીડિયામાં ખુલાસો, વાયરલ વીડિયો અધૂરો, પિક્ચર હજુ બાકી…

સુરતમાં મહિલા કોન્સ્ટેબલનો વીડિયો વાયરલ થયા બાદ ગુજરાત સહિત સમગ્ર દેશમાં આ મામલો ચર્ચાનો વિષય બન્યો છે. આપને જણાવી દઇએ કે, સુરતમાં રાત્રીનાં સમયે કુમાર કાનાણીનાં પુત્ર પ્રકાશ કાનાણી કથિત રીતે મિત્રની મદદ માટે બહાર નિકળતા મહિલા કોન્સ્ટેબલ સુનિતા યાદવ સાથે સામાન્ય ઘર્ષણ થયુ હતુ. જેનો વીડિયો ઘણો વાયરલ થયા બાદ હવે કોન્સ્ટેબલ સુનિતા યાદવે […]

Gujarat Surat
4bff7e38c9e6d1adb6483debc34e2d18 સુનિતા યાદવનો સો.મીડિયામાં ખુલાસો, વાયરલ વીડિયો અધૂરો, પિક્ચર હજુ બાકી...

સુરતમાં મહિલા કોન્સ્ટેબલનો વીડિયો વાયરલ થયા બાદ ગુજરાત સહિત સમગ્ર દેશમાં આ મામલો ચર્ચાનો વિષય બન્યો છે. આપને જણાવી દઇએ કે, સુરતમાં રાત્રીનાં સમયે કુમાર કાનાણીનાં પુત્ર પ્રકાશ કાનાણી કથિત રીતે મિત્રની મદદ માટે બહાર નિકળતા મહિલા કોન્સ્ટેબલ સુનિતા યાદવ સાથે સામાન્ય ઘર્ષણ થયુ હતુ. જેનો વીડિયો ઘણો વાયરલ થયા બાદ હવે કોન્સ્ટેબલ સુનિતા યાદવે એક મોટો ઘટસ્ફોટ કર્યો છે.

સુનિતા યાદવે આ મામલે એક ચોંકાવનારુ નિવેદન આપ્યુ છે. તેમનુ કહેવુ છે કે, જે વીડિયો હાલમાં વાયરલ થઇ રહ્યો છે તે માત્ર 10 ટકા જ છે, પિક્ચર હજી બાકી છે. સુનિતા યાદવે કહ્યુ કે, યોગ્ય સમય આવશે ત્યારે તે અન્ય વીડિયો જાહેર કરશે. મહિલા કોન્સ્ટેબલ સુનિત યાદવનાં આ નિવેદન બાદ તે ફરી એકવાર ચર્ચામાં આવી ગયા છે.

આપને જણાવી દઇએ કે, રાત્રીનાં સમયે બહાર નિકળ્યા બાદ થયેલ સમગ્ર ઘર્ષણનો વીડિયો વાયરલ થયો હતો, જે બાદ પ્રકાશ કાનાણી સહિત ત્રણ સામે ગુનો નોંધાયો હતો. જો કે બાદમાં તેઓને જામીન પણ મળી ગયા હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FacebookTwitterInstagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરીશકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે  ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.