Not Set/ સુરત/ અનેક વિસ્તારોમાં ભરાયા પાણી, લોકોને રેસ્ક્યૂ કરવાની કામગીરી હાથ ધરાઇ

  ગુજરાત રાજ્યમાં મેઘો મન મૂકીને વરસી રહ્યો છે. રાજ્યમાં સિઝનનો અત્યાર સુધી 66 ટકા વરસાદ વરસ્યો છે. રાજ્યના 252 માંથી 228 તાલુકામાં 2 મિલિમીટરથી 11 ઈંચ સુધીનો વરસાદ ખબક્યો હતો સુરતના માંડવીમાં 11 અને આણંદમાં લગભગ 13 ઈંચ વરસાદ વરસ્યો હતો. જેના કારણે નીચાણવાળા વિસ્તારો જળબંબાકાર થઈ ગયા હતા. ભારે વરસાદથી સુરતના અનેક વિસ્તારોમાં […]

Gujarat Surat
4e54554e6248a2758dea659eee146917 સુરત/ અનેક વિસ્તારોમાં ભરાયા પાણી, લોકોને રેસ્ક્યૂ કરવાની કામગીરી હાથ ધરાઇ
 

ગુજરાત રાજ્યમાં મેઘો મન મૂકીને વરસી રહ્યો છે. રાજ્યમાં સિઝનનો અત્યાર સુધી 66 ટકા વરસાદ વરસ્યો છે. રાજ્યના 252 માંથી 228 તાલુકામાં 2 મિલિમીટરથી 11 ઈંચ સુધીનો વરસાદ ખબક્યો હતો સુરતના માંડવીમાં 11 અને આણંદમાં લગભગ 13 ઈંચ વરસાદ વરસ્યો હતો. જેના કારણે નીચાણવાળા વિસ્તારો જળબંબાકાર થઈ ગયા હતા.

ભારે વરસાદથી સુરતના અનેક વિસ્તારોમાં પાણી ભરાયા છે. અનેક વિસ્તારોમાં પાણી ભરાતા લોકોને રેસ્ક્યૂ કરવાની કામગીરી કરવામાં આવી હતી. ફાયર વિભાગ દ્વારા લોકોને રેસ્ક્યુ કરાયા હતા. સુરતના પોલારીશ માર્કેટ પાસેથી 75 લોકોને રેસ્ક્યુ કરાયા હતા. તો બીજી તરફ, સુરતના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે.

નીચાણવાળા વિસ્તારોમાં અનેક લોકો ફસાયાના અહેવાલ બાદ ફાયર વિભાગે લોકોને બચાવવાની કામગારી શરૂ કરી દીધી છે. ખાડી કિનારાના લિંબાયત, બમરોલી, સરથાણા અને પરવત પાટીયા વિસ્તારમાંથી લોકોનું સ્થળાંતર કરવામાં આવી રહ્યું છે. વરસાદને પગલે સુરતના રસ્તાઓ પર 15 જેટલા ઝાડ પડવાની ઘટના પણ બની છે. જેના પગલે અનેક રસ્તાઓ બ્લોક થઈ ગયા છે.

સતત વરસાદને પગલે શુક્રવારે સવારે મીઠી ખાડીનો ઉપરવાસનો ભાગ ઓવરફ્લો થયો હતો. જેના પગલે 250થી વધારે લોકોએ સ્થળાંતર કરવું પડ્યું હતું. મગોબમાંથી 200 અને કુંભારીયામાંથી 50 લોકોનું સ્થળાંત કરવામાં આવ્યું હતું. આ લોકો માટે નજીકની સ્કૂલોમાં રહેવા માટેની વ્યવસ્થા કરવામાં આવી છે.

સુરતના નીચાણવાળા વિસ્તાર જેવા કે પરવત પાટીયાની માધવબાગ, મોડેલ ટાઉન, વીરદર્શન સોસાયટીઓના ઘરોમાં કમર સુધીના પાણી ભરાઈ ગયા છે. માધવબાગ સોસાયટીના લોકોના કહેવા પ્રમાણે રાત્રે સોસાયટીમાં પાણી ઘૂસી ગયા હતા. જે બાદમાં ગ્રાઉન્ડ ફ્લોર પર રહેતા લોકોએ ઉપરના માળ પર કે અન્ય જગ્યાએ જવાની ફરજ પડી હતી. પાણીને કારણે લોકો પોતાના કિંમત અને ઘરવખરી બચાવવા માટે મહેનત કરી રહ્યા છે. બીજી તરફથી ખાડીના પાણીનો ઝડપથી નિકાલ થાય તે માટે મનપા કાર્યરત છે.

ઉલ્લેખનીય છે કે, દક્ષિણ ગુજરાતની જીવાદોરી ઉકાઈ ડેમના દરવાજા ખોલવામાં આવ્યા છે. ઉકાઈ ડેમના 22 દરવાજા પૈકી 19 દરવાજા ખોલવામાં આવ્યા છે. 14 ગેટ 1.30 ફૂટ અને 5 ગેટ 2 ફૂટ જેટલા ખોલવામાં આવ્યા છે. હાઇડ્રોના 3 યુનિટ ચાલુ કરાયા છે. પાણીની આવકને પગલે ઉકાઈ ડેમની સપાટી 332.25 ફૂટ પર પહોંચી ગઈ છે. ડેમમાં 1,05468 ક્યુસેક પાણીની આવક થઈ છે. તો દરવાજા ખોલી દેવાતા બીજી તરફ પાણીની જાવક પણ થઈ છે. ડેમમાંથી 70 હજાર ક્યુસેક પાણી છોડવામાં આવ્યું છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને Facebook, Twitter, Instagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરીશકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.