Not Set/ અમદાવાદ : લક્ઝરી બસમાં ચાલતું હરતું-ફરતું જુગારધામ ઝડપાયું, દારૂ પણ પીરસાતો

બસમાંથી સીટો કાઢી અને ગાદલા પથારી ચાલતી લક્ઝરી બસમાં જુગાર રમાડતો હોવાની ઘટના અમદાવાદ શહેરમાંથી સામે આવી છે. એસપી રિંગ રોડ પર સરખેજ સનાથન સર્કલ પાસેથી પીસીબીએ બસમાં ચાલતું જુગારધામ ઝડપી પડ્યું હતું. બસ સાથે જુગારધામના સંચાલક, બસના ડ્રાઈવર, સહીત 18 લોકો જુગાર રમતા ઝડપાઇ ગયા હતા. પોલીસે પૈસા, મોબાઈલ, બસ સહીત કુલ 11 લાખ […]

Top Stories Ahmedabad Gujarat
AHD Casino અમદાવાદ : લક્ઝરી બસમાં ચાલતું હરતું-ફરતું જુગારધામ ઝડપાયું, દારૂ પણ પીરસાતો

બસમાંથી સીટો કાઢી અને ગાદલા પથારી ચાલતી લક્ઝરી બસમાં જુગાર રમાડતો હોવાની ઘટના અમદાવાદ શહેરમાંથી સામે આવી છે. એસપી રિંગ રોડ પર સરખેજ સનાથન સર્કલ પાસેથી પીસીબીએ બસમાં ચાલતું જુગારધામ ઝડપી પડ્યું હતું.

બસ સાથે જુગારધામના સંચાલક, બસના ડ્રાઈવર, સહીત 18 લોકો જુગાર રમતા ઝડપાઇ ગયા હતા. પોલીસે પૈસા, મોબાઈલ, બસ સહીત કુલ 11 લાખ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. બસમાં જુગાર સાથે દારૂ પણ પીરસવામાં આવતો હોવાની જાણકારી મળી છે.

શાહીબા ગગીરધરનગર આમ્રપાલી ફલેટમાં રહેતા મીત શાહે જુગાર રમાડવા માટે લકઝરી બસ ભાડે રાખી હોવાની માહિતી પીસીબીને મળી હતી. જુગાર રમાડવા માટે મીતે આ લકઝરી બસ ભાડે રાખી હતી અને મેમ્બર આવી ગયા બાદ આ બસ એસપી રીંગ રોડ ઉપર ફરતી રહેતી હતી.