Not Set/ સુરત/ આર્થિક તંગીએ લીધો વધુ એક રત્નકલાકારનો ભોગ

ગુજરાતમાં એક તરફ લોકો કોરોના વાયરસન કારણે જીવ ગુમરી રહ્યા છે. તો બીજી બાજુ કોરોના વાયરસના કારણે પડી રહેલ આર્થિક તંગીના કારણે આત્મહત્યા કરી જીવન ટૂંકાવી રહ્યા છે. સુરતમાં આર્થિક સંકડામણને લઇ રત્નકલાકારો એક પછી એક આત્મહત્યા કરી જીવન ટૂંકાવી રહ્યા છે. આવામાં વધુ એક રત્નકલાકારે આર્થિક તંગીને કારણે મોતને વહાલું કર્યું છે. આ મામલે […]

Gujarat Surat
ce2b437b61da3607ea257c859619a868 સુરત/ આર્થિક તંગીએ લીધો વધુ એક રત્નકલાકારનો ભોગ

ગુજરાતમાં એક તરફ લોકો કોરોના વાયરસન કારણે જીવ ગુમરી રહ્યા છે. તો બીજી બાજુ કોરોના વાયરસના કારણે પડી રહેલ આર્થિક તંગીના કારણે આત્મહત્યા કરી જીવન ટૂંકાવી રહ્યા છે. સુરતમાં આર્થિક સંકડામણને લઇ રત્નકલાકારો એક પછી એક આત્મહત્યા કરી જીવન ટૂંકાવી રહ્યા છે. આવામાં વધુ એક રત્નકલાકારે આર્થિક તંગીને કારણે મોતને વહાલું કર્યું છે.

આ મામલે મળતી માહિતી અનુસાર, સુરતના સરથાણા વિસ્તારમાં આવેલા પ્રમુખ છાયા સોસાયટીમાં રહેતા અને મૂળ અમરેલી જિલ્લાના લાઠી તાલુકાના શેખ પીપરીયા ગામના વાતની રત્નકલાકર તરીકે કામ કરીને પરિવારનું ગુજરાન ચલાવતા હરેશ ગોરધન સાવલીયા લોકડાઉનને કારણે કારખાનું બંધ રહ્યુ હતું અને ઘર મોર્ગેજ કરી લીધેલી લોનના હપ્તા ચઢી જતા આર્થિક સંકડામણમાં મુકાઇ ગયા હતા. પરિવારનું ગુજરાન ચાલવું મુશ્કેલ બનતા અને સતત માનસિક તાણવ  અનુભવતા રત્નકલાકારે બેડ રૂમમાં ફાંસોખાઇ આત્મહત્યા કરી લીધી હતી.

ઘટનાની જાણ થતા સરથાણા પોલીસ પણ દોડી આવી હતી. પોલીસે હરેશના આપઘાતનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FacebookTwitterInstagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરીશકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે  ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.