Not Set/ સુરત/ કોરોનાના કારણે પરિવારની આર્થિક સ્થિતિ ખરાબ થતાં યુવતીએ મોતને કર્યું વ્હાલું

સુરતમાં આર્થિક સંકટથી પીડિત યુવતીએ ગળેફાંસો ખાઇને આપઘાત કરી લેતા ચકચાર મચી ગઈ છે. યુવતીના લગ્ન થવા જઈ રહ્યા હતા. પરંતુ કોરોના અને લોકડાઉનને કારણે તેના પરિવારની આવક ઓછી થઇ ગઈ અને લગ્ન માટે પૈસા નહોતા. તેને તેના લગ્ન માટે પરિવારના પૈસા ક્યાંથી મળશે તેની ચિંતા હતી. જેના કારણે તેણે આ પગલું ભર્યું હતું. ઘટનાની […]

Gujarat Surat
e676bfdf56084f74f35687ecefee6931 સુરત/ કોરોનાના કારણે પરિવારની આર્થિક સ્થિતિ ખરાબ થતાં યુવતીએ મોતને કર્યું વ્હાલું

સુરતમાં આર્થિક સંકટથી પીડિત યુવતીએ ગળેફાંસો ખાઇને આપઘાત કરી લેતા ચકચાર મચી ગઈ છે. યુવતીના લગ્ન થવા જઈ રહ્યા હતા. પરંતુ કોરોના અને લોકડાઉનને કારણે તેના પરિવારની આવક ઓછી થઇ ગઈ અને લગ્ન માટે પૈસા નહોતા. તેને તેના લગ્ન માટે પરિવારના પૈસા ક્યાંથી મળશે તેની ચિંતા હતી. જેના કારણે તેણે આ પગલું ભર્યું હતું. ઘટનાની જાણ થતાં જ અમરોલી પોલીસનો કાફલો પહોંચ્યો હતો.

અમરોલી પોલીસના જણાવ્યા મુજબ, આ ઘટના ન્યૂ કોસાડ રોડ પર સ્થિત સાંઈપુજા રેસીડેન્સીની છે. અહીં સંજયભાઇ તનાજી મસૂર બુધરોડ પર હીરાની ફેક્ટરીમાં હિરા ઘસવાનું કામ કરે છે. તેમનો પુત્ર એક ખાનગી કંપનીમાં નોકરી કરે છે. તેમની 22 વર્ષીય પુત્રી આકૃતિના લગ્ન આ વર્ષે જાન્યુઆરીમાં નક્કી થયા હતા.

કોરોના મહામારીને કારણે પરિવારની આર્થિક સ્થિતિ કથળી હતી. પરિવારનું ગુજરાન ચલાવતા પિતા અને તેના ભાઈની આવક ઓછી થઇ ગઈ હતી. યુવતીને તેના લગ્ન અને પરિવારની આર્થિક પરિસ્થિતિ વિશે ખૂબ ચિંતા હતી. તેને ચિંતા હતી કે તેના ભાઈ અને પિતા લગ્નનો ખર્ચો કેવી રીતે કરશે. પરિવારના સભ્યોએ કહ્યું કે તે હંમેશાં તેના વિશે વિચારતી રહેતી હતી.આ જ કારણે છે કે તેને આત્મહત્યા જેવું અંતી પગલું ભર્યું છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FacebookTwitterInstagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરીશકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.