Not Set/ સુરત/ શ્રમિક ટ્રેનોની ગોબા જાળીનાં કારણે આક્રોશ, જાણો કેમ યુપી તંત્રએ રદ કરી ટ્રેનો…??

લોકડાઉન – 4.0 આપી શકાતી તમામ છુટછાટ સાથે દેશભરમાં લાગુ છે. કોરોનાનાં કહેરનાં કારણે લગભગ 60 દિવસથી લોકડાઉન છે. આંતર જીલ્લા માટે વાહન વ્યવહાર પણ બંધ છે ત્યારે આંતર રાજ્ય વાહન વ્યવહાર અને પ્રવાસનું નામ જ કોમ લઇ શકાય. બસ આજ કારણે દેશભરની જેમ ગુજરાતમાં પણ અનેક શ્રમિકો જે જગ્યાએ રોટલો રડવા પહોંચ્યા હતા કે લોકડાઉન […]

Gujarat Surat
46026ecf89561c2d4c37454400bab5ad સુરત/ શ્રમિક ટ્રેનોની ગોબા જાળીનાં કારણે આક્રોશ, જાણો કેમ યુપી તંત્રએ રદ કરી ટ્રેનો...??

લોકડાઉન – 4.0 આપી શકાતી તમામ છુટછાટ સાથે દેશભરમાં લાગુ છે. કોરોનાનાં કહેરનાં કારણે લગભગ 60 દિવસથી લોકડાઉન છે. આંતર જીલ્લા માટે વાહન વ્યવહાર પણ બંધ છે ત્યારે આંતર રાજ્ય વાહન વ્યવહાર અને પ્રવાસનું નામ જ કોમ લઇ શકાય. બસ આજ કારણે દેશભરની જેમ ગુજરાતમાં પણ અનેક શ્રમિકો જે જગ્યાએ રોટલો રડવા પહોંચ્યા હતા કે લોકડાઉન સમયે હતા તે ત્યાં જ અટવાય ગયા હતા. લાબી માંગણી બાદ સરકાર દ્વારા શ્રમિકો માટે ટ્રેન સેવા શરુ કરવામાં આવી જેતી શ્રમિકો પોતાનાં વતન જઇ શકે. ગુજરાતમાં પણ ટ્રેન શરુ કરી લાખો શ્રમિકોને પોતાના વતન પહોંચાડવામાં આવ્યા જ છે. પરંતુ આજે પણ પોતાના વતન પરત ફરવા માટે લાખો શ્રમિકો રાહ જોઇ રહ્યા છે. અને બસ આવા જ સમયે ટ્રેનો કેન્સલ કે રદ કરવાનાં સમાચાર શ્રમિકો માટે વજ્રઘાત સમાન જોવામાં આવી રહ્યા છે. તો અનેક જગ્યાએ ટ્રેનો શરુ કરવાનાં અને બુકીંગ શરુ થઇ ગયાનાં સમાચાર સુખદ જોવામાં આવી રહ્યા છે.  

જી હા સુરતથી ઉ.પ્રદેશ જતી તમામ શ્રમિક સ્પેશિયલ ટ્રેનો સ્થગિત કરી દેવામાં આવી છે. 22 મે સાંજે 6 વાગ્યા પછીની 5 ટ્રેનો પણ સ્થગિત કરી દેવાાં આવી હતી. 23 મે ના રોજ જવાવાળી 21 ટ્રેનો પણ સ્થગિત કરાઈ છે. ઉ.પ્રદેશ પ્રશાસન દ્વારા તમામ ટ્રેનોની પરવાનગી સ્થિગત કરી દેવામાં આવી હોવાનાં કારણે આ વિચિત્ર ક્યાંસ જોવામાં આવી રહ્યો છે. ઉ.પ્રદેશમાં શ્રમિકો માટે પુરતી વ્યવસ્થા ન હોવાથી ટ્રેનો કેન્સલ કરી દેવામાં આવી હોવાની માહિતી  સૂત્રો દ્વારા પ્રાપ્ત થઇ રહી છે. ટ્રેનો રદ કરતા ગુજરાતમાં ઉ.પ્રદેશના શ્રમિકોમાં આક્રોશ ફેલાયો હોવાનુ સામે આવી રહ્યું છે. 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FaceBook, Twitter, Instagram અને YouTubeપર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે  ડાઉનલોડ કરો “Mantavya News ની નવી મોબાઇલ એપ્લિકેશન….