Not Set/ સોનુ સૂદ પર ભડકી શિવસેના, સંજય રાઉતે કહ્યુ- તે એક અભિનેતા છે, પૈસા માટે…

બોલિવૂડ અભિનેતા સોનુ સૂદની કોરોનાવાયરસ લોકડાઉન વચ્ચે પરપ્રાંતિય મજૂરોને તેમના ઘરે પહોંચાડવામાં મદદ કરવા બદલ દેશભરમાં પ્રશંસા કરવામાં આવી રહી છે. પંરતુ આ અંગે શિવસેના કઇક અલગ જ વિચાર ધરાવે છે. શિવસેનાનાં સાંસદ સંજય રાઉતે પાર્ટીનાં મુખપત્ર સામનામાં સોનુ સૂદની સહાયતાનાં કામ અંગે પ્રશ્નો ઉભા કર્યા છે. તેમણે આ માટે ભાજપ પર નિશાન સાધ્યું છે. […]

India
57566f3cf79bb49886a54f09f5cb35ca 1 સોનુ સૂદ પર ભડકી શિવસેના, સંજય રાઉતે કહ્યુ- તે એક અભિનેતા છે, પૈસા માટે...

બોલિવૂડ અભિનેતા સોનુ સૂદની કોરોનાવાયરસ લોકડાઉન વચ્ચે પરપ્રાંતિય મજૂરોને તેમના ઘરે પહોંચાડવામાં મદદ કરવા બદલ દેશભરમાં પ્રશંસા કરવામાં આવી રહી છે. પંરતુ આ અંગે શિવસેના કઇક અલગ જ વિચાર ધરાવે છે. શિવસેનાનાં સાંસદ સંજય રાઉતે પાર્ટીનાં મુખપત્ર સામનામાં સોનુ સૂદની સહાયતાનાં કામ અંગે પ્રશ્નો ઉભા કર્યા છે. તેમણે આ માટે ભાજપ પર નિશાન સાધ્યું છે.

લોકડાઉન દરમિયાન અભિનેતા સોનુ સૂદનાં કામની ખૂબ પ્રશંસા થઈ રહી છે. સોનુ સુદ મુંબઇ સહિત ફસાયેલા મજૂરો અને વિદ્યાર્થીઓને તેમના ઘરે પહોંચાડવાનું કામ કરી રહ્યા છે. દરમિયાન મહારાષ્ટ્રની શાસક પક્ષ શિવસેનાનાં નેતા સંજય રાઉતે સોનુ સૂદ પર સવાલ ઉઠાવતા કહ્યું છે કે, તેઓ ખૂબ ચાલાકીથી મહાત્માસૂદ બનવા તરફ પ્રયાણ કરી રહ્યા છે. સંજય રાઉતે શિવસેનાનાં મુખપત્ર સામનામાં સોનુ સૂદની સહાયતાની કામગીરી પર સવાલો ઉઠાવ્યા છે. સંજય રાઉતે રોખટોક કોલમમાં લખ્યું છે કે, લોકડાઉન દરમિયાન અચાનક સોનુ સૂદ નામનો મહાત્મા તૈયાર થઈ ગયો છે. આટલી ચતુરતાથી કોઈને મહાત્મા બનાવી શકાય? રાઉતે પ્રવાસી મજૂરોને બસમાં મોકલવા માટે આવેલા પૈસા પર સવાલો ઉઠાવતા સોનુ સૂદને ભાજપનો માણસ બતાવવાનો પ્રયત્ન કર્યો છે.

સંજય રાઉતે તેમના લેખમાં આગળ સોનુ સૂદને આડે હાથ લેતા કહ્યું હતું કે સોનુ સૂદ આટલી સરળતાથી બસોની વ્યવસ્થા કેવી રીતે કરે છે. લાગે છે કે સોનુ સમાનાંતર સરકાર ચલાવે છે. તેઓ જે ઇચ્છે છે તે મેળવી રહ્યા છે. તે આગામી દિવસોમાં ભાજપનાં સ્ટાર પ્રચારક બનશે અને દિલ્હી, મુંબઇ, પટનામાં બધે ફરશે. આવો કરાર પહેલા જ થઈ ચૂક્યો છે. સોનુ સૂદ પડદા પર અને વાસ્તવિક જીવનમાં પણ અભિનય કરી રહ્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FacebookTwitterInstagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે  ડાઉનલોડ કરો “MantavyaNews ની નવી મોબાઇલ એપ્લિકેશન.