Not Set/ વડોદરાઃ હત્યા, બળાત્કાર જેવા ગંભીર ગુનાના ઓરોપી હોસ્પિટલના બાથરૂમના સળીયા કાપી ફરાર

વડોદરાઃ હત્યા, લૂટ અને બળાત્કાર જેવા ગંભીર ગુનના બે આરોપી શહેરની સયાજી હૉસ્પિટલમાથી ફરાર થઇ જતા પોલીસની બેદરકારી સામે આવી હતી. બે આરોપીને સારવાર માટે 10 ફેબ્રુઆરીએ હૉસ્પિલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જેમાથી રાજૂ નિમામા સામે બળાત્કાર અને  સબુર ડામોર સામે હત્યા લૂટના ગુનાનો આરોપી છે. ઘટનાની જાણવા મળતી માહતી મુજબ ત્રણ દિવસ પહેલા દાખલ […]

Gujarat
kohli shami 14 02 2017 1487044591 storyimage 1 વડોદરાઃ હત્યા, બળાત્કાર જેવા ગંભીર ગુનાના ઓરોપી હોસ્પિટલના બાથરૂમના સળીયા કાપી ફરાર

વડોદરાઃ હત્યા, લૂટ અને બળાત્કાર જેવા ગંભીર ગુનના બે આરોપી શહેરની સયાજી હૉસ્પિટલમાથી ફરાર થઇ જતા પોલીસની બેદરકારી સામે આવી હતી. બે આરોપીને સારવાર માટે 10 ફેબ્રુઆરીએ હૉસ્પિલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જેમાથી રાજૂ નિમામા સામે બળાત્કાર અને  સબુર ડામોર સામે હત્યા લૂટના ગુનાનો આરોપી છે.

ઘટનાની જાણવા મળતી માહતી મુજબ ત્રણ દિવસ પહેલા દાખલ કરવામાં આવેલા કેદીઓ વોર્ડના બાથરૂમના ગ્રીડ કાપીને ફરાર થઇ ગયા હતા. પોલીસને હોસ્પિટલના કમ્પાઉન્ડમાથી હેક્સો બ્લેડ, છીણી અને છાલ જેવી વસ્તુ મળી આવ્યા હતા.

ડોગ સ્કવોર્ડની ટીમ ઘટના સ્થલની તલાશી હાથ ધરી હતી. આરોપી ફરાર થયા અંગેની ફરિયાર રાવપુરા પોલીસ મથકે નોધય છે. આ સમગ્ર મામલામાં આરોપીઓને ભાગવામાં મદદ કોણ કરી?, હેક્સો બ્લેડ સહિતના સાધનો કોણે પુરા પાડ્યા?, આરોપીને કોની મદદ મળી હોસ્પિટલ સ્ટાફનીકે, પોલીસના જવાનોની?. આ તમામ પ્રશ્નોના જવાબ તપાસના અંતે જાણાવા મળશે.